________________
(૨૭) બુદ્ધિમતી પિતાની પ્રમદા, અન્ય કામિનીઓના જેવી કદાગ્રહી નથી એમ મંત્રીને ખાત્રી થઈ. એટલે મંત્રી ચિંતામુકત થઈને બાલ્યો“કુલીન કાંતા ! ધન્ય છે તારા કસાયલા વિચારેને ! બસ, તારા એ કીંમતી વચનથી મારી કાળજી દૂર થઈ ગઈ આજે રાજાની સાથે મારે ધર્મ સંબંધી વિવાદ થયે. તેમાં રાજાએ સાક્ષાત સાબીતી માગી. એટલે મેં ખાલી હાથે કઈ જાતના સાધનની સહાયતા લીધા વિના અહીંથી વિદેશ નીકળી જવું. ત્યાં ધર્મના પ્રભાવથી અખુટ સંપત્તિ મેળવીને રાજાને પુણ્યના ફળની સિદ્ધિ બતાવી દઉં. આ કામ બજાવવા જતાં તારી કાળજી મને વિહ્મરૂપ થઈ પણ તારા હિંમ્મત ભર્યા વચનોથી હવે હું નિશ્ચિત થયો છું. પ્રિયા ! હું એ કાર્ય બજાવીને કયારે આવું, તેનો નિર્ણય અત્યારે બાંધી શકાય તેમ નથી. વળી દેશાંતર જતાં કેવા સંકટ સહન કરવા પડશે, તેની પણ અત્યારે કપના થઈ શકે તેમ નથી. આવા વિકટ સંગે હેવાથી તેને વિદેશ જતાં મારી એજ ભલામણ છે કે–તું જિનધર્મ આરાધવા સદા તત્પર રહેજે, વૃદ્ધ વડીલોની આજ્ઞામાં રહીને તેમની ભકિત કરજે” “હું પ્રધાનની પત્ની છું એવા અભિમાનને અંતરમાં સ્થાન આપીશ નહિ, પણ હું એક સામાન્ય ગૃહિણી છું.” એમ હૃદયમાં માની લેજે. આપણા ભવનમાં જે કે અત્યારે સારી સમૃદ્ધિ છે. પણ મારા ગયા પછી કદાચ રાજાની બુદ્ધિ ફરે અને તે મિલ્કત જપ્ત કરે, તોપણું કુળ મર્યાદાનો લેપ ન કરતાં ગૃહ-ઉદ્યાગ કરીને આજીવીકા ચલાવજે, રેટીઆના પ્રેમાળ ઉધોગમાં તું છે, માટે ઘર બેઠે તે કામ કરી જે કાંઇ મળે, તેનાથી વૃદ્ધ કુટુંબીઓનું પોષણ કરજે, ઉદ્ધતાઈથી કેાઇ સ્વછંદી કામિનીના કુસંગે આપણા પૂર્વજોની કીર્તિને કલંક લગાડીશ નહિ. જાન, માલ અને પ્રાણુ કરતાં પણ સ્ત્રી ધર્મ (શીલ) ની વધારે સંભાળ કરજે, શીલ રક્ષા કરવા જતાં લ્હાલા પ્રાણનું બલિદાન આપવું પડે તે એક પગલું પણ પાછી હઠીશ નહિ, સાધનના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org