________________
(૩૨૯) કે આ ફાકીને દિવસ કહાડતો, કેઈવાર વૃક્ષના સુકા પાંદડે ચાવીને સંતોષ માનતે અને કઈવાર લીલા પર્ણોથી તૃપ્ત થતો હતો.
આટલું બધું કષ્ટ સહન કર્યા છતાં મિથ્યાત્વની વાસનાને લીધે તે આત્મજ્ઞાનની નિર્મલતાને પ્રાપ્ત કરી શક્યો ન હતો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, પાર્વતિ, લક્ષ્મી, ગણપતિ, મહાકાળી ચંડિકા વિગેરે દેવ દેવિઓ પ્રત્યે તેમની પુજા કરતે હતો, એ પ્રમાણે કેટલાક કાળ તાપસવ્રત પાળી મરણ પામીને હે રાજ! તે તાપસને જીવ તું જિતારીરાજા થયા છે, પુર્વ મિથ્યાત્વના સંસ્કારને પોષણ આપવાથી પ્રથમથી જ પાપમાં તું રકત થયા તેમજ સંસારની વિવિધ વાસનાઓમાં વીંટાઈ રહ્યો. પુર્વના સંસ્કાર ઘણીવાર માણસને અધ:પાત કરાવે છે. ધર્મકાર્યમાં આગળ વધવા દેતા નથી. હે નરેંદ્ર! મતિસાગર મંત્રીના સહવાસથી તારા મિથ્યાત્વના સંસ્કાર નાશ થયા છે અને હવે સન્માર્ગે ચાલવાની જે તારી ઉત્કૃષ્ટ અભિલાષા થઈ છે એજ સમ્યકત્વ પામવાની નિશાની છે, જેમ કુસંગતથી મિથ્યાત્વાદિ અનેક દોષે ઉદ્ભવે છે, તેમ સત્સંગથી સમ્યકત્વાદિ અનેક ગુણોને લાભ મળે છે. હે રાજન! એ બધો લાભ તને સત્સંગથી પ્રાપ્ત થયો છે. કહ્યું છે કે –
જન શીતરું , चन्दनादपि चन्द्रमाः।
चन्द्रचन्दनयोर्मध्ये,
રીતઃ નપુસંગમઃ” દુનીયામાં ચંદન શીતલ ગણાય છે. અને ચંદન કરતાં પણ ચંદ્રમા શીતલ કહેવાય છે પરંતુ ચંદ્ર અને ચંદન કરતાં પણ સત્સંગ વધારે શીતલ છે. તે અંતરમાં શીતલતા પ્રગટાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org