________________
(૨૬૭) “બેટા! તું એક રાજપુત્રી છે એવું અભિમાન ન લાવતાં તારી શો સાથે ભગિની ભાવથી વજે. પતિની આજ્ઞા પ્રમાણે ચાલજે. કેઈવાર સ્વામી કે શક્ય તરફથી કંઈ કહેવામાં આવે તો સહનશીલતાના ગુણથી બંધું સહન કરી લેજે, અંતરમાં કદિ એાછું લગાડીશ નહિ. પ્રાણાંત કષ્ટ પડતાં પણ પતિવ્રતનું રક્ષણ કરજે. તારા સ્વામીની ઉદારતાના ગુણનું અનુકરણ કરજે. ગૃહકાર્ય કરતાં ખેદ લાવીશ નહિ કદાચ દેવગે કષ્ટ આવી પડે, તે પણ ધીરજ ધારી રાખજે. સદગુણકારક થઈને ઉશયફળને અજવાળજે.”
ઈત્યાદિ પુત્રોને શિખામણ આપ્યા પછી તેમણે મંત્રીને ભલામણ કરી કે-“હે મહાભાગ ! આપ શાણું અને સમજુ છે. તેથી ભલામણ કરવાની આવશ્યકતા નથી, છતાં પુત્રી પ્રત્યેની અમારી લાગણીને લીધે બે શબ્દ કહેવા પડે છે. અમે નહેાત ધારતા કે આમ અચાનક અમને પુત્રીને વિયાગ થશે. અમારી એ કુળદીવીથી કઈવાર કંઈ અપરાધ થઈ જાય, તે હે મંત્રી ! તમે તેને શાણપણથી સમજાવજે. તમારા જેવા તેનામાં ગુણે દાખલ થાય, તેમ સદા શિક્ષણ આપ્યા કરજે. એને અપરાધ તમે મનમાં લાવશો નહિ. એ પ્રમાણે ભલામણ કરીને તેમને વિદાય કર્યો. તે
મેટા સૈન્ય સાથે ચાલતાં મંત્રી એક અવની પતિ સમાન લાગતું હતું. આગળ જતાં માર્ગમાં તેને વિચાર આવ્યું કે “રાજાને કંઈ પણ પ્રતાપ બતાવ્યા સિવાય શ્રીપુર નગરમાં દાખલ થઈ જવું. તેમાં રાજાને કંઇ અસર થવાની નથી. માટે રાજને સમરાંગણનું આમંત્રણ કરી કંઈક ચમત્કાર બતાવુ કે જેથી તેને સચોટ અસર થાય. એ રાજાને યુદ્ધના બાનાથી જાગ્રત કરૂં. જે કે તેમાં કૈક માણસેનો સંહાર થવાને, પણ રાજા બોધ પામ્યા વિના નહિ રહે. વળી તેની સાથે બીજાપણ કેક કે બેય પામશે. માટે શ્રીપુરની સરહદમાં જતાં તેને તેવા ખબર મેકલાવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org