________________
(૨૫૭) સંબંધી બધે વૃત્તાંત તેને કહી બતાવ્યું. તે સાંભળતાં મંત્રીએ વિચાર કર્યો કે આ તે ભાવતું હતું અને તેમાં રાજમાન મળ્યું. કુળદેવીની વાત વૃથા ન હોય. વળી મારાથી ત્રણ સ્ત્રીઓ જે વિયાગ પામી છે, તે એ મંદિરમાં જ હોવી જોઈએ, નહિ તે કુળદેવી મારે માટે પ્રેરણા ન કરે. તેમણે પોતાના સતીત્વના પ્રભાવથી દ્વાર બંધ કર્યા હશે. અહા ! કે ભાગ્યશાળી કે મને આવી મહાસતી સ્ત્રીઓ મળી. !
એમ તે વિચાર કરતું હતું, તેવામાં રાજાએ પુન: મંત્રીને પ્રેરણ કરી કે-“હે મહાભાગે! એ કાર્યને પાર ઉતારવા આજે ચાર દિવસથી નગરમાં ઢંઢેરો ફરે છે, તેમાં જણાવેલ મારી પ્રતિજ્ઞા હું પુર્ણ કરીશ. આપ હવે વિલંબ ન કરતાં જેમ બને તેમ સત્વરે એ કામ પાર ઉતારે. એટલે મારા મનનું સમાધાન થાય.”
રાજાની ત્વરા જેઈને મતિસાગર મંગી, ભૂપાલ, મેટા અધિકારીઓ, અને શહેરના સભાવિત ગૃહસ્થ તેમજ બીજા કેક કૌતુક પ્રિય પુરૂષો સહિત તે મંદિરના દ્વાર આગળ આર્યો. આ વખતે પેલા શ્રીપતિ શેઠનું મુખ્ય મંત્રીને જોતા રાહુથી ઘેરાયેલા સુધા કર સમાન શ્યામ થઇ ગયું હતું. મંદિરના દ્વારના છિદ્રમાંથી જોયું, તે અંદર વિજયસુંદરી ધર્મ–ધ્યાન કરતી જોવામાં આવી. મંગા તે જોઈ બહુજ હર્ષ પામ્યું. પછી બધાની સમક્ષ મંત્રીએ વિજય સુંદરીને ઉદ્દેશીને પ્રગટ શબ્દોમાં કહ્યું કે—
- “હે મહાસતી ! વિજય સુંદરી! તું જેના વિયોગથી તત થઈ જેની ઝંખના કરી રહી છે, તે તારો સ્વામી મતિસાગર ને ભેટવાને તારી રાહ જોઈ રહ્યો છે. હે સતી ! દ્વાર ઉઘાડે અને તમારા પ્રિયતમને પ્રેમથી ભેટે.”
આ શબ્દો સાંભળતાં તેણે વિચાર કર્યો કે–આ અવાજ ૭ પણ મારા સ્વામીને જ લાગે છે, વળી આ અજાણ્યા પ્રદેશમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org