________________
(૨૩૩) શાચ! પાપાંધ! તું સ્વાર્થમાં અંધ બને છે તેથી સારાસારનો વિચાર તને કયાંથી સુજે ? પણ યાદ રાખ, નરાધમ ! તારા એ મનોરથની માળા અધવચ તૂટી જવાની છે. ઈશ્વરના દરબારમાં અન્યાય નથી. આ તારા અધમતમ દુષ્કર્મને બદલે તને અહીંજ મળવાને છે. આવા પ્રચંડ પાપને બદલો આપવામાં ઈશ્વર વિલંબ કરતું નથી ગમે તેમ તું ગુપ્ત રીતે પાપ કરીશ, તે પણ પ્રભુ તો જેઈજ લેશે. કર્મચંડાળ! આ ભૂમિને તું વૃથા ભારે મારે છે. તારા જેવા અધમાધમ નરરાક્ષસની દુનીયાને જરૂર નથી. પાપી પિતાના પાપથીજ પછડાય છે, છુંદાય છે અને પાયમાલ થાય છે. તું તારા પોતાના હાથેજ પિતાના પાયમાલી કરવા બેઠે છે. શું એ દુષ્ટાચારને બદલે તને મળ્યા વગર રહેશે ? તેમ થાય તો દુનીયામાં પાપીઓની સીમા ન રહે. જગે જગે દુષ્ટાત્માઓજ ઉભરાવા માંડે, પણ નહિં, હજી દુષ્ટને દંડ અને શિગ્ટને સુખ મળ્યા કરે છે. એ ઈશ્વરી કાયદામાં કઈ મીનમેખ મારી ન શકે. અરે પ્રપંચી પૂતળા ! તું તે શું માત્ર છે ? મોટા ચક્રવત્તીઓ અને દાનવો રંક જેવા બની ગયા. વિચાર કર, પાપામા વિચાર કર. વિનાશ કાળે તને વિપરીત બુદ્ધિ થઈ છે. તું શીયાળ થઈને સિંહની સામે થવા જાય છે. તારાં ભાગ્ય શીયાળ જેવાં અને રાજના ભાગ્ય સિંહ જેવાં છે. હજી પણ ચેતી જા અને આ દુષ્કૃત્યથી નિવૃત્ત થા. પાપાત્માઓ દુનીયામાં કદિ ફાવ્યા નથી અને ફાવવાના પણ નથી. તું જેમ રાજાને માટે ઘાટ ઘડે છે, તેમ તારા માટે પણ ક્યાંક ઘાટ ઘડાઈ રહ્યો હશે, પણ એ વિચાર અત્યારે તને આવવો મુશ્કેલ છે. બસ, કહેવા કરતાં વધારે કહેવાઈ ગયું. આટલેથી પણ જે સમજે તો હજી બાજી તારા હાથમાં છે, નહિ તો રૌરવ નરકમાં તારા માટે સ્થાન તૈયાર છે.”
આટલુ બેલતાં તે કૃષ્ણ-આકૃતિ હળવે હળવે અદશ્ય થઈ ગઈ. પ્રચંડસિંહની તરતજ આંખ ઉઘડી ગઈ. તેના ભયમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org