________________
(૨૯) આવજાવ ન હતી પૂજારી પણ પૂજા કરીને ચાલે ગયે હતે. એટલે દરવાજે સાંકળ વાસેલ હતી. બહારથી મંદિરને દેખાવ બહુજ રમણીય લાગતો હતો. ચોતરફ પુષ્પના છેડવા તથા છુટા છવાયા વૃક્ષોથી તેની શોભા વધારે આકર્ષક બની હતી.
સૌભાગ્ય સુંદરી તે મંદિરની અંદર દાખલ થઈ. અંદરની ભવ્યતા જોતાં તેને હર્ષ થયે. પણ હવે તેને એક બીજી ચિંતા લાગુ પડી હતી. અહીં પિછાન વિના તે નિરાધાર હતી. એક શ્રીપતિ શેઠની ઓળખાણ હતી. તેની દૃષ્ટિ અને હદયમાં ઝેર વસ્યું હતું, તેથી તેને આશ્રય લેવા તે ચાહતી ન હતી, પણ તે આવે, તેની પહેલાં પિતે એવા સંગમાં આવી જાય કે શેઠને સ્વયમેવ નિરાશ થવાનો વખત આવે. તેના આવતા જે તેનો તિરસ્કાર કરવામાં આવે, તે તે પૈસાના બળથી વખતસર કનડગત કરે. છેવટે મંદિરમાં આવતાં તેને વિચાર થયો કે, અહીં મારા શીલનું રક્ષણ થઈ શકશે. એમ ધારીને ત્રણ નવકાર ગણું તેણે શાસન દેવીને ઉદેશીને વિજ્ઞપ્તિ કરી કે–બહે શાસન દેવી જે મન, વચન અને કાયાથી મેં શુદ્ધ શીલ પાળ્યું હાય, તે તેના પ્રભાવથી આ મંદિરના દ્વાર બંધ થઈ જાઓ. આ વાકય બોલતાં શાસન દેવીએ અદૃશ્ય રહીને મંદિરના દરવાજા બંધ કરી દીધા. તેથી સૌભાગ્ય સુંદરીને શાંતિ થઈ. શાસન દેવીના સાંનિધ્યથી તેના હૃદયની ભીતિ બધી દૂર થઈ ગઈ.
*
E
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org