________________
(૨૧૭) દેખાય છે. પરંતુ જ્યારે મન તત્ત્વના વિચારમાં એત પ્રેત થાય છે ત્યારે વિષય સુખ કે પરિગ્રહ તેને કંઈ પણ દબાવી શકતા નથી.
જ્યાં સુધી મનની નિર્મળતા છે, મેાડુરાજાનુંજ રાજ્ય વતી રહ્યું છે, જ્યાં કર્તા હર્તા તરીકે કામદેવ સત્તા ચલાવી રહ્યો છે, ત્યાં માત્મા પરાધીન થઇ બેસે છે, તેની ધીરજના ધ્વંસ થાય છે અને શુરાતન ક્ષીણ થવા પામે છે, પણ અતરમાં સત્ત્વ જાગ્રત હાય અજ્ઞાનતા ફાવી શકતી ન હાય, ધીરજની ધાર સદા સતેજ હાય, ત્યાં કામદેવ પેાતાની સત્તા ચલાવી શકતા નથી. કહ્યુ છે કે कान्ता कटाक्ष विशिखा न लुनन्ति यस्य, चित्तं न निर्दहति कोमकुशा नुतापः । कर्षन्ति भूरि विषयाश्च न लोभ पाशै लोकत्रयं जयति कृत्स्नमिदं स धीरः
64
એટલે—જેના ચિત્તને કાંતાના કટાક્ષ રૂપ આણા ભેદી શકતા નથી, કોપરૂપ અગ્નિના તાપ જેના અંતરને મળી શકતા નથી, વિષયાની લાલચ રૂપ પાશ (બ ંધન) જેને ખેંચી શક્તા નથી. તે ખ્રીર પુરૂષ સમસ્ત જગતને જીતી શકે છે.
રાત દિવસ વિચારાની શ્રેણિપર ચડતાં અને ઉતરતાં શ્રીપતિ શેઠ ઘણીવાર ભયને લીધે સૌભાગ્ય સુંદરીની કામનાથી નિરાશ થઇ જતા અને તેથી ઘેાડીવાર પેાતાના મનાથની માળાને સકાથી લેતા, પણ અંદરથી કામ દેવની સેના જાયત થતાં તે પાછે સતેજ થઇ જતા આમ અનેકવાર આરાહુ અવરાહ થયા પછી છેવટે કામ દેવના સૈનિકોએ તેના મત:કરણની રાજધાની સર કરી ચાતરફથી વિષય વાસનારૂપ ચેાધાએ તુટી પડયા અને સમસ્ત મનોભૂમિને ઘેરી લીધી આખર તે કામવાસનાના પ્રમળ પ્રવાહમાં તણાવા લાગ્યા. તેણે નિશ્ચય કરી લીધે કે ગમે તેમ થાય પણ એકવાર સૌભાગ્ય સુંદરીના લલિત લાવણ્યના સ્વાદ લેવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org