________________
(૧૯૪) આ તેની સભ્યતા અને લાયકાતથી શેઠ બહુજ સંતુષ્ટ થયે. તેના હદયને સંકોચ કંઈક ઓછો થયે. એટલે તેણે જણાવ્યું કે “મહાશય! મારે હવે બે ચાર દિવસમાં મારા વતન તરફ પાછું ફરવું છે. આપ કંઈ કામકાજ ફરમાવે, તો તે બજાવવાને આ દાસ તૈયાર છે.
આ વાત સાંભળતાં મંત્રી ગંભીર વિચારમાં પડી ગયે. વિજયસુંદરી તેના મનભવનમાં આવીને તરત ઉભી રહી. તેને ભેટવાને મંત્રીનું મન ઉસુક થયું. પિતાના ભસે તે ગણી ગણીને દિવસે ગાળતી હશે, માટે હવે તુરત તેની ભાળ લેવી જોઈએ, એમ મંત્રી નિર્ણય પર આવ્યા, તરતજ તેણે શેઠને સભ્યતાથી કહ્યું કે–“શેઠજી! તમે જે જવાને માટે તૈયાર થતા હો તો મારે પણ ગંભીરપુર આવવાની ભારે ઉત્કંઠા છે. વળી તમે મારા લાંબા વખતના જાણીતા રહ્યા, એટલે આપણે રસ્તામાં કાંઈ હરકત નહિ આવે જે તમારે વચમાં બીજે ક્યાં રેકાવું ન હાય અને સીધા ગંભીરપુર જવું હોય, તે હું સાથે આવવા તૈયારી કરૂં.
મંત્રીને વિચાર સાંભળતાં શેઠને બહુ આનંદ થયે. તે વિારવા લાગ્યો કે- એ રાજાને જમાઈ છે. તેથી સાથે આવતાં કેટલાક મારે માલ પણ જકાત વિના ચાલ્યા જશે. રાજ્યની કઈ પણ જાતની હવે મને કનડગત નડશે નહિ એમ ધારીને શ્રીપતિ શેઠ બોલ્યા કે– મહાશય! આપ જે સાથે આવતા હે, તે ખુશી થવા જેવું છે. આપનો સોનેરી સહવાસ મને લાભ દાયક નીવડશે. હવે આપની અનુકુળતા પ્રમાણે જયારે આપ કહેશે. ત્યારે આપણે અહીંથી પ્રયાણ કરીશું. ઠીક છે, શેઠ! હું તમને તેવા ખબર મોકલાવીશ તમે તમારી તૈયારી કરી રાખજે હું રાજાને કહીને તમારે તમામ માલ જકાતથી મુકત કરાવીશ” એમ કહીને મંત્રીએ શેને વિદાય કર્યો.
*
*
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org