________________
(૧૯૨) પુત્રી સૌભાગ્યસુંદરી મંત્રીને પરણાવી અને કન્યાદાનમાં તેણે ધણી ધન સંપતિ મંત્રીને અર્પણ કરી બસ અંતિસાગર મંત્રી હવે વણી મટીને રાજાનો જમાઈ થઈ બેઠા.
આ બધી હીલચાલ નજરે જોતાં શ્રીપતિ શેઠના આશ્ચર્યની સીમા ન રહી તે પોતાના અંતરમાં વિચાર કરવા લાગ્યો કે – અહી એક દીવસે મારા હાથનું દાન લેનાર અને મારો વાણોતર થઈ કામ કરનાર અતિસાગર આજે રાજાનો જમાઈ થઈ ગયો. અટલે હવે તો મારે શિર નમાવીને તેની મહેરબાની માગવી પડશે. અરે મનુષ્યના ભાગ્યની પોથીમાં શું શું લખ્યું છે, તે કઇ ઉકેલી શકતું નથી. ખરેખર ભાગ્ય પાંસરું-ચળકતું હોય ત્યારે જ માણસ અણધારી આબાદી પામી શકે છે કારણકે–
પર્ધ મંત્રપાઠું , નક્ષત્ર વેતા भाग्यकाले प्रसीदन्ति,
दुर्भाग्ये यान्ति विक्रियाम् " ॥ એટલે –આષધ, મંત્રવાદ, નક્ષત્ર કે ગૃહદેવતા-જ્યારે ભાગ્ય ચડતું હોય, ત્યારે પ્રસન્ન થાય છે, પણ દુભાગ્યનો ઉદય થતાં તે પ્રતિકૂલ થઈ પડે છે.
એ દૈવને અકળ ન્યાય છે આવતી કાલે એ રંકમાંથી કોને રાજા બનાવશે અને શજામાંથી કેને રંક બનાવશે તે કળી શકાતું નથી. જેઓ દુદેવના પગતળે દબાઈને માથું ઉંચે ન કરી શક્તા તે સદ્ભાગ્યની સુપ્રસન્નતાથી રાજ્યના માલીક બની ગયા અને જેઓ પિતાની હાંકલથી ધરાને ધ્રુજાવી હજારેને હંફાવતા, તે દુર્દેવના ચક્રમાં આવતાં ભીખારીની હાલતે ભટકતા થઈ ગયા જે સુખ હજારેના જાનની ખુવારી સાથે રકતની નદીઓ વહેવડાવીને પ્રાપ્ત થાય અનેક કળા કૌશલને જાણ્યા પછી પણ ભાગ્યેજ જે સુખ સાંપડી શકે તેમજ રાજભવને જન્મ લેતાં પણ જે સુખ મળે કે ન પણ મળે, તેવું સુખ અતિસાગરને વિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org