SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) એમ મનમાં નિશ્ચય કરી તરતજ તે શણગાર સજવા લાગી અષ્ટમીના ચંદ્ર જેવું તેનુ લલાટ ચળકતું હતું. શેષનાગને શરમાવે તેવા તેના કાળા કેશની વેણ શોભતી હતી. કમળ સમાન તેના મુખમાં નેત્રોએ જાણે ભ્રમરનું સ્થાન લીધું હોય તેમ લાગતું હતું. કામદેવના ધનુષ્ય સમાન તેની ભ્રકુટી ભાસી હતી. તેના ગોરા ગાલને ગજના ગંડસ્થળની ઉપમા ઘટતી ન હતી. તેના હોઠ બિંબફળ જેવા રકત હતા, છતાં કામી જનને તેમાં અમૃતને આભાસ થતો હતે. તેને કંઠ જરા ઉંચાઈ અને આભૂષણોથી વિશેષ શોભતે હતે. કનકના કળશ જેવા તેના બે કઠિન સ્તન, કામદેવના કીડા પર્વત જેવા લાગતા હતા. તેની કરીને ભાગ, સિંહના મધ્ય ભાગની બરાબરી કરતો હતો. તેના ભારે નિતંબ, રતિ અને પ્રીતિના બે સિંહાસન સમાન લાગતા હતા. અને તેના સાથળ, કદલી તંભને થંભાવે તેવ હતા. એકંદર તેના લાવણ્યમય અવયવો અને આભૂષણથી અલંકૃત થતાં તે મોહિની એક પુપિત થયેલ લતા સમાન શોભવા લાગી. વિવિધ કીંમતી અલંકારોએ તેને રંભા કરતાં પણ અધિક રૂપવતી બનાવી દીધી હતી. રાત્રિનો સમય થતાં ચંદ્રમાએ જ્યારે પોતાની ચાંદનીરૂપ આછી ચાદર પૃથ્વી પર પાથરી દીધી હતી. કામી જને પિતાની કેમલાંગી કામિનીઓ સાથે ચાંદનીના ચળકાટમાં વિલાસની વાત કરી રહ્યા હતા. આકાશ સ્વછ છતાં તારાઓ છુપાઈને કામી જનની કામ ચેષ્ટા જતા હતા. નિશ્ચિયંત અને વ્યવસાયી જને મીઠી નિદ્રાની ગેદમાં પડેલા હતા. કઈ કઈ સ્થળે લોકોના શબ્દ સંભળાતા હતા. આ વખતે પોતાની સખીને ત્યાં જવાનું શેઠને બાનુ બતાવીને એક પિતાની દાસી સાથે મહિની મંત્રીન એકાંત થસને આવી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy