________________
(૧૪) મંત્રી નવકારનું સ્મરણ કરતે બે —માંસની તરસી રાક્ષસી ! તું મનુષ્ય કરતાં ઉત્તમ દેવજાતિમાં ઉત્પન્ન થઈને માંસ જેવી ગંધાતી વસ્તુને આહાર કરે છે, એ તને ઉચિત નથી. માંસાહાર તે મનુષ્યોને માટે પણ વજનીય બતાવેલ છે, તે દેવતાને તે કેમ આદરવા યોગ્ય હોઈ શકે? વળી તમે લેકે મનુષ્ય જેવા ઉત્તમ દેહનો વધ કરીને માંસની ઈચ્છા તૃપ્ત કરે છે, એ તમારી અધમતા છે. તમારે તેમને બચાવવું, તેને બદલે મારવા તૈયાર થાઓ છે, તેથી તમારી દેવજાતિને કલંકિત કરે છે, એ હિંસાથી તમે હીન જાતિમાં ઉત્પન્ન થઈને તેના કડવાં ફલ તમારે ભેગવવાં પડશે.” - રાક્ષસી—“અરે! પણ આ તે કુળ પરંપરાથી અમારે ક્રમ ચાલ્યો આવે છે. જે તેમાં હાનિ થતી હોય તે મારા પુર્વ જેએ એ ક્રમ કેમ બંધ ન કર્યો? વળી પરને બચાવ કરીને પિતે ભૂખે મરવું એ તારે વિચાર કેણ પસંદ કરે?”
મંત્રી–દેવી! તારામાં એવી શકિત રહેલી છે કે જેના બળે તું વિવિધ પકવાને ઉત્પન્ન કરી શકે. વળી જે કમ ચલાવતાં ભવિષ્યમાં પોતાને હાનિ પહોંચતી હોય, તેવા પરાપૂર્વથી ચાલ્યા આવતા કમને પકડી રાખવાથી શું લાભ? પૂર્વજોએ એક દુષ્ટ કામ કર્યું, તેથી તેના ભવિષ્યના સંતાનેએ પણ તે અધમ કામ કરીને દુર્ગતિના ભાગીદાર થવું–એ કયાંને ન્યાય ? સુખ સૌને ગમે છે; પિતાનું જીવન જેમ પિતાને પ્રિય લાગે છે, તેમ બધા પ્રાણુઓને પોતાનું જીવન પ્રિય હોય છે. માટે તેવા અકૃત્યથી અટકવું એજ સર્વોત્તમ છે. જીવહિંસાથી કદિ ભલું થતું જ નથી. કહ્યું છે કે
"यदा ग्रावातोये तरति तरणि ययुदयति, . प्रतीच्यां सप्ता चियदि भजति शैत्यं कथमपि ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org