________________
૨૨૮
કર્મ રહસ્ય અને સ્વાભાવિક છે. તેમાં કઈ કંઈ ફેરફાર કરી શકે તેમ નથી. તું પણ જે કવચની જગાએ કર્મવાચ્ય અર્થાત્ મેં આ કર્યું એને બદલે “મારા દ્વારા આ થયું એમ બોલતાં શીખે તે તને ખાતરી થશે કે તું કઈ કાર્યને કર્તા નથી; તે સ્વયં થાય છે, હું તે કેવળ તેમાં નિમિત્ત છું.
મેં કર્યું” એ કર્તવાચની ભાષામાં અહંકારના ભાવને જેવાથી કતૃત્વ સ્વતંત્રતા પ્રતિપાદન થાય છે. છતાં તાત્વિક વ્યવસ્થાના પક્ષે તે પરતંત્રતા-પ્રતિપાદક છે. કારણ કે મેં કર્યું” એ વચન અહંકાર જ જ્ઞાનને સંકીર્ણ કરીને બંધનમાં નાખે છે. ભાવ દ્વારા જ તે કર્મ તથા તે કર્મફળની શૃંખલામાં ફસાય છે. બીજી બાજુ “મારા દ્વારા થયું તેવી કર્મવાસ્યની ભાષામાં કર્તાપણુની સ્થાપના ન હોવાથી કેવળ નિમિત્તની સ્થાપના કરે છે. તેથી તે સ્વતંત્રતા પ્રતિપાદક છે. તેમાં કર્તુત્વને અહંકાર ન હોવાથી તેનું બંધન પણ થતું નથી.
વિશ્વની આ સ્વાભાવિક કાર્ય-કારણવ્યવસ્થાને પરિચય આ ગાથામાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. અધ્યાત્મપ્રધાન હોવાને કારણે ઉપાદાનની ભાષામાં હકીકત જણાવી છે. કરણનુગ તેનું નિમિત્તની ભાષામાં નિરૂપણ કરે છે. અત્રે તેને સંક્ષેપથી રજૂ કરવામાં આવ્યું છે. તે ગ્રંથમાં તેને વિસ્તારથી કહેવામાં આવ્યું છે. જેમ થરમે મીટરના પારાને જઈને રોગીના વરની વેદનાને નિશ્ચિત ખ્યાલ આવે છે, તે પ્રકારે જીવનાં પરિણામને જાણીને કરણાનુગ કથિત કર્મોની બંધ, ઉદય, સત્વ વગેરે અવસ્થાઓનો ખ્યાલ આવે છે. અને તે અવસ્થાઓને જોઈને જીવના સંસ્કારનું તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org