________________
*૨૨
ક રહસ્ય
નામ લખવા માટે જરા પણ જગા ખાલી ન હતી તેથી નિરાશ થઇ ગયા. પરંતુ તરત જ તેમના અહંકારે અવાજ આપ્યા કે અન્યનું નામ ભૂ'સીને તારું નામ લખી દે. જોકે ભરત ચક્રવતી સ્વાર્થીવશ તેની પકડમાં આવી ગયા, પરંતુ તરત જ તેમને વિવેક જાગ્રત થઇ ગયા કે તું કોઇનું નામ ભૂસીને તારું નામ લખીશ તે જ પ્રકારે તારાથી પહેલાં સર્વે ચક્રવતી એ બીજાનાં નામ ભૂસીને પેાતાનું નામ લખ્યું છે અને મારા પછી મારું નામ ભૂસીને બીજો પેાતાનું નામ લખશે. એ પ્રકારે નામને નાશ થતે રહેશે. અને વૃષભિરિ તે યથાવત્ રહેશે. પૃથ્વીને જીતવાવાળા સર્વે ચાલ્યા ગયા પણ પૃથ્વી તે! એ જ રહી છે. તે પછી આવી સ્વાર્થી ધતા શા માટે?
તું પણ એ પ્રકારે વિવેકચક્ષુ દ્વારા તારા કર્તૃત્વના આવેગને જોઇ શકે તે હિતાવહ છે. ‘વૃષભ' નામ ધર્મનું છે અને ધર્મ નામ સ્વભાવનું છે. ‘સ્વભાવ' નામ વિશ્વની સહજ વ્યવસ્થા છે. એ ધર્મગિરિ પર તું સદા અન્યનું કર્તૃત્વ નષ્ટ કરીને તારું કતૃત્વ સ્થાપતે આવ્યું છે. પરંતુ જેમ અન્યનું કર્તૃત્વ તું નષ્ટ કરે છે તેમ તારું કર્તૃત્વ પણ સદાને માટે નાશ પામતું રહે છે. જેમ પૂભવામાં સ્થાપિત તારા કર્તૃત્વનું આજ કોઈ અસ્તિત્વ નથી તેમ આજ સ્થાપેલું તારું કર્તૃત્વ પણ રહેવાનું નથી. વિશ્વવ્યવસ્થા રૂપ આ ધર્મગિરિ જ સદાને માટે સ્થાપિત છે અને રહેવાની છે. એ જોઇને તથા સમજીને તું કતૃત્વથી વિરક્ત થા અને જ્ઞાતાદ્રષ્ટા રહીને વિશ્વની આ શાશ્વત, સ્વાભાવિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org