________________
વચ્ચે ઈશ્વરને સંડોવવાની જરૂર નથી. કારણ કે કર્મનું ફળ તો અવશ્ય મળવાનું જ છે. ફળમાં કદાચ થોડી વધારે વાર પણ લાગે. પરંતુ કર્મનું ફળ ન મળે એવું તો કદાપિ ન બને. વખતે પાપી માણસ પણ સુખી દેખાય, અને સારા માણસ અસુખી જણાય. પરંતુ એટલા ઉપરથી કર્મનાં ફળ મળતાં જ નથી એમ સિદ્ધ નથી થતું. એક જૈનાચાર્યે કહ્યું છેઃ
“या हिंसावतोपि समृद्भिः, अर्हत्पूजावतोपि दारिद्रयाप्तिः सा क्रमेण प्रागुपात्तस्य पापानुबन्धिनः पुण्यस्य, पुण्यानुबन्धिनः पापस्य च फलम् । तद् क्रियोपात्तं तु कर्म जन्मान्तरे फलिष्यति इति नात्र नियतकार्यकारणभावव्यभिचारः ॥ - હિંસક મનુષ્યની સમૃદ્ધિ અને અર્ધપૂજાપરાયણ પુરૂષની દરિદ્રતા જે તમને દેખાય છે તે અનુક્રમે પૂર્વે કરેલા પાપાનુબંધી પુણ્યકર્મ અને પુણ્યાનુબંધી પાપકર્મને આભારી છે. હિંસા અને અહંતપૂજા એ કર્મ કોઈ કાળે નિષ્ફળ નહીં નીવડે. જન્માંતરે પણ એ કર્મનાં ફળ ભોગવવાનાં જ રહે છે. એટલે કે કર્મ અને કર્મ ફળની વચ્ચે કાર્ય કારણ ભાવને કોઈ પ્રકારને વ્યભિચાર નથી.
જૈન દષ્ટિએ કર્મનાં ફળ પ્રાણી માત્રને ભોગવવાં જ પડે છે. ફળ ઉપજાવવા માટે વચમાં કર્મફળનિવંતા ઈશ્વર ને કંઈ સ્થાન નથી.
ઉપર કહ્યું તેમ દેખીતી રીતે કર્મના સ્વરૂપ તથા વ્યાપારના સંબંધમાં બૌદ્ધ દર્શન તેમજ જૈન દર્શન વચ્ચે બહુ પ્રભેદ નથી લાગતું પરંતુ ખરી રીતે તો એ ઉભય વચ્ચે મૌલિક પ્રભેદ જરૂર છે. વાક્યોમાં જેટલી સમાનતા છે તેટલી એના અર્થમાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org