________________
કે અશ્રદ્ધાને મુદ્દલ સ્થાન નથી. એમાં ગંભીર ગવેષણ અને તત્ત્વવિચાર સમાયેલાં છે, એ વાતને કોઈ અસ્વીકાર નહીં કરે. જેને નિરીશ્વરવાદી કહેવામાં આવે છે તે ખોટું છે. મીમાંસકોની જેમ જૈને ખુલ્લી રીતે ઈશ્વરને અરવીકાર નથી કરતા. બીજા દર્શનની સાથે જૈનદર્શન પણ કેટલીક સમાનતાઓ ધરાવે છે. દાખલા તરીકે સાંખ્યો પણ
પુસ્મઃ કલા પાસના સિદ્ધચ વા” એમ કહે છે. શ્રુતિમાં પણ જે ઠેણે હે સર્વવિદ્ગુ સત્ત એમ કહેવામાં આવ્યું છે તે પણ મુક્તાત્માને લક્ષીને જ છે, એ વાત સમજાય એવી છે. સાંખ્ય સાથેની જૈન દર્શનની આ એક સમાનતા છે.
યોગાચાર્ય પણ કહે છે કે ઈશ્વર સર્વજ્ઞ છે. એનું ધ્યાન કરવાથી આત્મોન્નતિ થાય. એ ધર્મોપદેખા પણ છે.
વેદાન્ત પણ કહે છે કે મુક્ત છવ એ જ ઈશ્વર. એ જ બ્રહ્મપદવાર્ય છે.
નૈયાયિકાને કહેવું પડે છે કે ઈશ્વર સર્વજ્ઞ છે.
જે કઈ જૈનદર્શનને ઈશ્વર સંબંધી સિદ્ધાંત શાંત -તટસ્થભાવે વિચારશે તેને જૈનદર્શન ભારતવર્ષનું એક સુપ્રાચીન દર્શન છે એમ લાગ્યા વિના નહીં રહે. બૌદ્ધદર્શન પછીનું જૈનદર્શન છે એમ તે ન જ કહેવાય, પણ બુધનું સમકાલીન છે એમ કેઈ કહે તે પણ બરાબર નથી.. ભૂતકાળના કેઈ એક અજાણ્યા યુગમાં, ભારતવર્ષને વિષે ઈશ્વરસંબંધી જે વિવિધ સિદ્ધાંત પ્રચાર પામ્યા હતા તે વખતે–એટલે કે ધુમસ અને અંધકારથી ઉભરાતા પ્રાચીન કાળના વાતાવરણ વચ્ચે જૈનદર્શને ઈશ્વરસંબંધી એક નવો જ સિદ્ધાંત-નવજ પ્રકાશ વિશ્વને આપ્યો હતો.
એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org