________________
૧૩
દુનીયાને મોટો ભાગ તે એ જ અનુભવ મેળવે છે અને એ જ સિદ્ધાત માને છે. એ કારણે જ વેદાન્તમત સૌના સ્વીકારને યોગ્ય નથી રહ્યો.
કપિલ-પ્રણીત સુવિખ્યાત સાંખ્યદર્શનને મતવાદ પણ અહીં વિચારવા જેવો છે. વેદાન્તની જેમ સાંખ્ય પણ આત્માનું અનાદિપણું, અને અનંતપણું સ્વીકારે છે. પરંતુ સાંખ્ય, આત્માનું બહુત્વ સ્વીકારવાની ના પાડતું નથી. વેદાન્તમતની સાથે સાંખ્યને બીજો પણ એક મતભેદ છે. સાંખ્યમત પ્રમાણે પુરૂષ અથવા આત્માની સાથે અચેતન છતાં ક્રિયાશીલ પ્રકૃતિ નામની વિશ્વ-રચના-કુશળ એક શક્તિ મળી ગઈ છે અને એ બને મળીને બધી ઘડભાંજ કર્યા કરે છે. એ રીતે સાંખ્ય દર્શન આત્માનું અનાદિપણું, અનંતપણું અને અસીમપણું સ્વીકારે છે. એ મતમાં આત્માની બહુ સંખ્યા માનવામાં આવી છે. કપિલમત કહે છે કે જે કે પુરૂષથી જૂદી-સ્વતંત્ર એક અચેતન પ્રકૃતિ છે પણ કઈવાર પુરૂષ સાથે મળી ગએલી લાગે છે. આ વિજાતીય પ્રકૃતિના અધિકારથી આત્માને અલગ પાડવો–અલગ અનુભવો એનું નામ જ મોક્ષ.
આપણે જોઈ ગયા કે જૈન દર્શન પણ આત્માનું અનંતત્વ અને અનાદિત્ય માને છે. કપિલ દર્શનની જેમ જૈન દર્શન પણ કુદરતી રીતે જ સ્વાધન આત્માની સાથે વળગેલા એક વિજાતીય પદાર્થનું અસ્તિત્વ કબૂલ રાખે છે. સાંખ્યની જેમ જૈન પણ આત્માનું બહુત્વ માને છે. સાંખ્ય અને જૈન દર્શન અને વિજાતીય પદાર્થના વળગાડથી આત્માને છૂટે પાડે તેને મોક્ષ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org