________________
૨૫૧
સ્થિતિ શા માટે અસંભવિત થાય, તેનું પણ પ્રતિપાદન કરેલ છે. ધર્મ અને અધર્મ સર્વવ્યાપક અને લોકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે. એથી જ્યારે જ્યારે ધર્મ કોઈ વસ્તુને ગતિમાન કરે ત્યારે ત્યારે અધર્મ તેને અટકાવી દે, એવી રીતે જગતમાં સ્થિતિ અસંભવિત થઈ પડે. એટલા માટે અકલંક દેવ કહે છે કે જે ધર્મ અને અધર્મ નિષ્ક્રિય દ્રવ્ય ઉપરાંત બીજું કંઈક હોત તે જગતમાં ગતિ અને સ્થિતિ અસંભવિત થાત. ગતિ અને સ્થિતિ છે અને જડ પદાર્થોની ક્રિયા સાપેક્ષ છે. ધર્મ અને અધર્મ ગતિ અને સ્થિતિના સહાયક છે અને એક રીતે ધર્મ અને અધર્મને લીધે જ ગતિ અને સ્થિતિ સંભવે છે. અહિં આપણે જરા આગળ વધી શું એમ ન કહી શકીએ કે શંખલાબદ્ધ ગતિ અને શંખલાબદ્ધ સ્થિતિ છે અને જડ પદાર્થોની સ્વાભાવિક ક્રિયા ઉપર આધાર રાખે છે અને તેઓના સહાયક અને અપરિહાય હેતુ હોવા છતાં ધર્મ અને અધર્મ એકી સામટાં અથવા જુદાં જુદાં ગતિ સ્થિતિ-શંખલાનાં જન્માવનાર (cause) નથી ?
ધર્મ અને અધર્મ પ્રત્યક્ષનાં વિષય નથી અને તેથી તેઓ સત્પદાર્થ નથી, એવું કહેનારને જૈનો અયુકતવાદી કહે છે. પ્રત્યક્ષનાં વિષય નહિં એવા અનેક પદાર્થોને સત્ય માનવાની આપણને ફરજ પડે છે અને આપણે તેમ માનીએ પણ છીએ. પદાર્થો જ્યારે ગતિશીલ કે સ્થિતિમાન જોવામાં આવે છે, ત્યારે જરૂર એવું કોઈ દ્રવ્ય હોવું જોઈએ કે જે તેઓને ગતિ અને સ્થિતિ વ્યાપાર કરવામાં મદદ કરે. આ યુતિવડે ધમ અધર્મના અસ્તિત્વનું અને દ્રવ્યત્વનું અનુમાન કરવામાં આવે છે. કોઈ કાઈ કહે છે કે આકાશ જ ગતિનું કારણ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org