________________
२४१
ચઢે છે. જૈન શાસ્ત્રો એમને “ઈશ્વર” નામે પણ ઓળખાવે છે. આવા મહાપુરૂષને પણ ભુખ, તરસ, ટાઢ, તડકે, દેશમશક ચર્ચા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મળ એ અગીઆર પરિસહ વ્યકતપણે નહિ તે અવ્યકતપણે (નામ માત્ર) રહે છે.
માત્ર સિદ્ધના જીવો જ પરિસહથી પર છે-કર્મ એમને સ્પર્શી શકતાં નથી. લોકાકાશની ઉચ્ચતમ સીમાએ નિર્મળ સિદ્ધશીલા છે, એ શાંતિમય સ્થાને રહીને સિદ્ધો અનંત ચતુષ્ટયને વિષે રમણ કરે છે–અનંતકાળ પર્યત રહે છે ત્યાં નથી કર્મ, નથી બંધ, નથી સંસાર કે નથી પરિસહ.
અહીં કર્મનું જે જૈનાગમસંમત મેં વિવરણ ઉતાર્યું છે તે કદાચ કેટલાકને બહુ નીરસ લાગશે. લે નીરસ લાગે, પણ જૈન કર્મ-સિદ્ધાંતના મૂળ સૂત્રો સાથે ભારતીય કોઈ પણ દર્શનને મતભેદ હોય એમ નહીં લાગે. રાગ-દ્વેષાદિ વિભાવોને લીધે જીવ કમથી લેપાય છે, કમથી જ જીવ બંધાય છે. અને કર્મ જ સંસારનું મૂળ છે, કર્મ જ જીવની પ્રકૃતિ તથા સાંસારિક ઘટનાઓ ઘડે છે, કર્મ અભાવ નૈકમ્ય અથવા મુકિત. પરા મુકિત ન મળે ત્યાં સુધી જીવની સાથે કર્મને વિપાક વળગી રહેવાના. જૈનદર્શનમાં આ બધા તો ખૂબ વિસ્તારથી વિચારવામાં આવ્યા છે અને ભારતના બધા જ પ્રાચીન દર્શનોએ એ સ્વીકાર્યા છે. બૌદ્ધદર્શને પણ એની પ્રમાણિકતા સ્વીકારી છે. કર્મવાદ ભારતીય દર્શનેની એક વિશિષ્ટતા છે. જૈનદર્શનમાં કર્મતત્વની જે વિસ્તૃત આલોચના મળે છે તે ઉપરથી એટલું તો લાગે છે કે ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીરની પૂર્વે, બહુ સૈકાઓ પહેલાં– ભૂતકાળના સ્મરણાતીત યુગમાં ભારતવર્ષને વિષે બીજા દર્શનની જેમ જૈનદર્શને પણ સારી નામના મેળવી હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org