________________
તે બાળપ. ચિત્તની વૃત્તિને નિરોધ એ યોગ. અપરાધીને ક્ષમા આપવી તે ક્ષાંતિ. પરિતા-શુચિતા એ શૌચ. અવર્ણવાદ દર્શનમેહનીયનાં અસ્ત્ર-કારણ છે. સર્વજ્ઞ ભગવાનની, વિશુદ્ધ આગમની, સંધની, સત્યધર્મની, અને દેવની જે નિંદા તે અવર્ણવાદ. આ પ્રકારના અવર્ણવાદ વડે જીવને વિષે દર્શન મેહનીય કર્મ પ્રવેશે.
કષાય અને નેકષાયની પ્રકૃતિ તથા ભેદ ઉપર કહેવાઈ ગયા છે. જૈનાચાર્યો કહે છે કે કષાય અને નેકષાયના ઉદયથી જીવમાં જે તીવ્ર વિભાવ ઉત્પન્ન થાય છે તેને લીધે જીવ ચારિત્રમેહનીય કર્મ બાંધે. અતિ ઘણું આરંભ અને અતિ ઘણું પરિગ્રહને લીધે જીવ નરકનું આયુઃ બાંધે-નરકાયુઃ કર્મને આશ્રવ થાય. સાંસારિક વ્યાપારમાં રચ્યાપચ્યા રહેવું એ આરંભ અને વિષયતૃષ્ણને અંગે વિષયનો ભોગ એ પરિગ્રહ. આ વિષયોમાં જે તલીન બનીને અહિંસાદિને વિસારી દે છે તે છવ નરકાયુઃ બાંધે છે. માયા અથત છેતરપીંડી તિર્યંચ આયુકર્મમાં કારણભૂત બને છે. અલ્પારંભ તથા અલ્પ પરિગ્રહને લીધે જીવ મનુષ્ય આયુઃ બાંધે છે. મૃદુતાને લીધે પણ જીવ મનુષ્ય આયુઃ બાંધે. સર્વ પ્રકારનાં આયુ: કર્મના આશ્રવમાં અશીલ અને અત્રત મુખ્ય છે. સરાગસંયમ, સંયમ સંયમ, અકામનિર્જરા અને બાળતપ દેવ-આયુઃ કર્મના અશ્રવમાં કારણભૂત છે. સમ્યકત્વી અર્થાત સમ્યદર્શની પણ દેવતાનું આયુઃ ઉપાર્જ.
નામ કર્મમાં પણ શુભ અને અશુભ એવા બે ભેદ છે તે આપણે જોઈ ગયા. મનુષ્ય ગતિ કર્મ, દેવગતિ કર્મ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org