________________
૨૩૧ જોય કર્મની અપરા સ્થિતિ બાર મુહૂર્તની. નામ અને ગેત્ર કર્મની ,, આઠ મુહૂર્તની. બાકીના કર્મોની , એક અન્તર્મુહૂર્તની.
એક આકાશ પ્રદેશમાંથી પાસેના જ બીજા આકાશ પ્રદેશમાં મંદગતિએ જતા એક પરમાણુન જેટલો સમય લાગે તેનું નામ ‘સમય. અસંખ્યાત સમયની એક આવલી–અર્થાત નિમેષ કાળ. અંતર્મુહૂર્તના બે પ્રકાર છેઃ ૧ જઘન્ય અને ૨ ઉત્કૃષ્ટ. એક આવલી એક સમય=એક “ જઘન્ય અન્તર્મુહુર્ત.” એક મુહૂર્તની ૪૮ મિનિટ. એક મુઠ્ઠ7–એક સમય=(એક સમય બાદ કરતાં) “એક ઉત્કૃષ્ટ અન્તર મુહૂર્ત.” જૈન શાસ્ત્રોમાં મુહૂર્તા તથા અન્તર્મુહુર્તનું એ મતલબનું વર્ણન છે.
કમને અનુભાગ - કર્મના આસ્ત્રવથી જીવને બંધ થાય. ફલની તીવ્રતા કે મંદતાના હિસાબે કર્મબંધન પણ તીવ્ર તથા મંદ ગણી શકાય. કર્મના અનુભાગ–બંધની સાથે ફલની તીવ્રતા કે મંદતાને ઘણો નીકટના સંબંધ છે. અનુભાગ–બંધ એટલે ફળ આપવાની શક્તિ એવો અર્થ પણ થઈ શકે. અનુભાગ–બંધને કોઈ કોઈ વાર અનુભવ પણ કહેવામાં આવે છે.
કર્મને પ્રદેશબંધ આકાશને જે ન્હાનામાં ન્હાને અંશ એક પરમાણુથી વ્યાપેલો-રૂંધાયેલો રહે તેનું નામ પ્રદેશ. જૈનાચાર્યો કહે છે કે લોકાકાશના આવા એક પ્રદેશમાં એકી સાથે એક પુદ્ગલ, પરમાણુ એક ધર્મદ્રવ્યનો પ્રદેશ, એક અધર્મદ્રવ્યને પ્રદેશ, કાળને એક ન્હાનામાં ન્હાને અણુ અને જીવપ્રદેશ રહી શકે. કર્મ પુદ્ગલ અને જીવ દ્રવ્ય એ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org