________________
“ (૫૧) નીચ ગોત્ર: આ કર્મના બળે જીવ નીચ કુળમાં જન્મે. (૭) આયુષકર્મ : જીવનું આયુષ નિધારે.નારકી, તિર્યંચ, દેવ કે મનુષ્યને ભવ પામો તેને આધાર આયુષ કર્મ ઉપર છે. એ ચાર પ્રકારનું છે – (૫૨) દેવાયુષઃ એના ઉદયથી છવ દેવતાનો આયુષકાળ
પ્રાપ્ત કરે. (૫૩) નારકાયુષઃ એના ઉદયથી છવ નરકવાસીનું આયુષ
મેળવે. (૫૪) મનુષ્યાયુષ: આ કર્મના પરિણામે જીવ મનુષ્ય-આયુષ
મેળવે. (૫૫) તિર્યગાયુષઃ આ કર્મને લીધે જીવ તિર્યંચજાતિનું
આયુષ મેળવે. (૮) નામકર્મ : જીવની ગતિ, જાતિ, શરીરાદિમાં કારણભૂત બને. ગતિ, જાતિ, શરીરાદિના ભેદે નામકર્મને બધા મળીને ૯૩ (ત્રિવતિ) પ્રકાર છે. - પ્રથમ ગતિકર્મ: એનાથી છવની સંસારગતિ નક્કી થાયઃ ગતિ ચાર છેઃ (૫૬) નરક ગતિઃ એના ઉદયથી છવ નારકી શરીર
ધારણ કરે. (૫૭) તિર્યંચ ગતિ એના ઉદયથી છવ પશુ પક્ષી જેવી
તિર્યંચગતિને મેળવે. (૫૮) મનુષ્ય ગતિઃ એના ઉદયથી છવ મનુષ્યનું શરીર
પામે.
(૫૯) દેવ ગતિઃ એના ઉદયથી જીવ દેવનું શરીર પ્રાપ્ત કરે. - દ્વિતીય જાતિકર્મ : એનાથી છવની જાતિ નિયામાય છે. જાતિ પાંચ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org