________________
૧૦૯
બૌદ્ધોની સામે યુક્તિ પૂર્વક લડવામાં જૈન દર્શન તથા વેદાન્ત દર્શન એકમત થાય છે, પણ જૈન અને વેદાન્તના મૌલિક સિદ્ધાંતમાં ભેદ છે. વેદાંત દર્શનમાં જીવાત્માઓની પારમાર્થિક સત્તા મુદ્દલ નથી. આત્મા એક અને અદ્વિતીય છે—અદ્વૈત બ્રહ્મ છે. અસ`ખ્ય જીવાત્માએ, તે એક અદ્વિતીય એક માત્ર સત્ય અદ્વૈત બ્રહ્મના પરિણામ કિવા વિવર્ત્ત માત્ર છે. આ વેદાંત મત છે. બધા વાની અંદર એજ એક પમાત્મા વિરાજમાન છે, એક આત્મા સિવાય બીજે કાઈ આત્મા, બીજો કાઇ સત્ પદા નથી; એમ બ્રહ્માદ્વૈતવાદિ કહે છે. Spinoza અને Parmenides ના મત સાથે વેદાંત દનનું થેાડુ મળતાપણું દેખાય છે.
જેના વેદાન્તને એ અદ્વૈત સિદ્ધાંત નથી માનતા. જૈન દન પ્રમાણે આત્મા અથવા જીવ સંખ્યામાં અનંત છે અને પ્રત્યેક જીવ, એક બીજાથી સ્વતંત્ર છે. જીવા સ્વતંત્ર ન હોત, મૂળમાં બધા જીવા એક જ હાત તા એક જીવના સુખથી સમસ્ત જીવે સુખી બની શકત, એકના દુ:ખથી બધા દુ:ખી બનત. એકના બંધનથી બધા બંધાયેલા રહેત અને એકની મુક્તિથી બાકીના બધા મુક્ત બની જાત. વાની ભિન્ન ભિન્ન અવસ્થા જોઈ ને સાંખ્યદર્શીને આત્માના અદ્વૈતવાદને પરિહાર કર્યો અને આત્માની વિવિધતા સ્વીકારી. જૈન દર્શને “ પ્રતિક્ષેત્રે ભિન્ન છ કહીને, સાંખ્ય—સમ્મત જીવની વિવિધ
તાના સ્વીકાર કર્યાં છે.
અદ્વૈતવાદના વિષયમાં જૈન દાર્શનિકા કહે છે કે સત્તા, ચૈતન્ય, આનંદ વિગેરે કેટલાક ગુણા એવા છે કે જે સઘળા જ આત્મા અથવા જીવામાં હોય છે. આ ગુણુસામાન્યની દૃષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org