________________
૯૬
Parmenides ના અનુયાયીઓએ પરવત્ત નવાદ જેવી વસ્તુજ ઉડાવી દીધી દ્રવ્યની નિત્ય સત્તા અને અવિકૃતિ ઉપર ભાર મૂક્યા. સ્યાદ્વાદવાદી જૂને એ બન્ને વાતે! અમુક અપેક્ષાએ સ્વીકારે છે અને અમુક અપેક્ષાએ પરિહરે છે. એમનું કહેવુ એમ છે કે સત્તા પણ છે તેમ પરવર્તન પણ છે. એટલે જ દ્રવ્યનું વર્ણન કરતી વેળા એને “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત” કહે છે. મતલબ કે (૧) દ્રવ્યની ઉત્પત્તિ છે, (૨) દ્રવ્યને વિનાશ છે અને (૩) દ્રવ્યની અંદર એક એવું તત્ત્વ છે કે જે ઉત્પત્તિ વિનાશરૂપ પરિવતનમાં પણ અવિકૃત-અપરિવર્તિત અને અતૂટ રહી જાય છે.
તે
દ્રવ્ય, ગુણ, પર્યાંય.
દ્રવ્યના વિચાર કરતાં એના ગુણ અને પર્યાય પણ વિચારવા જોઇએ. જતા દ્રવ્યને કેટલાક અંશે Cartesian ના Substance જેવું માને છે. દ્રવ્યની સાથે જે ચિરકાળ અવિચ્છિન્નપણે રહે, અથવા તે જેના વિના દ્રવ્ય, દ્રવ્ય જ ન ગણાય અને તેએ ‘ગુણ’ કહે છે. દ્રવ્ય સ્વભાવતઃ અવિકૃત રહીને અનંત પરિવનાની અંદર જે દેખાય તે પર્યાય. જેને જેને પર્યાય કહે છે તેને Cartesian mode કહે છે. જૈન દૃષ્ટિએ પુદ્ગલ, ધ, અધર્મ, આકાશ અને કાળ એ પાંચ અજીવ દ્રવ્ય છે. જીવ એ પણ દ્રવ્ય છે. બધા મળીને છ દ્રવ્ય છે. અવધિજ્ઞાન
મતિ-શ્રુતાદિ પોંચવિધ જ્ઞાનમાં આપણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિષે વિચાર કર્યાં. હવે અવિધજ્ઞાન આદિ લઈએ. સ્થૂલ ઇન્દ્રિય-ગૌચરતાની બહાર જે બધા રૂપવિશિષ્ટ દ્રવ્ય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org