________________
આ પ્રમાણે. (૧) આ પર્વત વહિંમાન છે. (૨) કારણ કે આ પર્વત ધૂમવાન છે. (૩) જે જે ધૂમવાન તે તે વદ્ધિમાન; જેમકે મહાનસ. (૪) આ પર્વત ધૂમવાન છે. (૫) માટે આ પર્વત વદ્ધિમાન છે. ” અનુમાનના આ પાંચ અવયવ અનુક્રમે પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમનના નામે ઓળખાય છે. જૈન દર્શનના નૈયાયિકે કહે છે કે ઉદાહરણ, ઉપનય અને નિગમન નિરર્થક છે. જેને અનુમાન બે અવયવવાળું છે – (૧) આ પર્વત વહિંમાન છે, (૨) કારણ કે આ પર્વત ધૂમવાન છે. કહે છે કે કોઈપણ બુદ્ધિમાન પ્રાણી આ બે જ અવયવ ઉપરથી અનુમાનનો વિષય સમજી શકે છે, માટે અનુમાનના બીજા અવયવો નકામા છે. પરંતુ શ્રોતા જે અલ્પબુદ્ધિ હોય તે તો જૈને નૈયાયિકવાળા પાંચ અવય તે સ્વીકારે છે જ એટલું જ નહીં પણ વધારામાં પ્રતિજ્ઞાશુદ્ધિ, હેતુશુદ્ધિ જેવા બીજા પાંચ અવયવ ઉમેરી અનુમાનને દશાવયવ પણ બનાવે છે.
મૃતાને અનુમાન સુધી મતિજ્ઞાનને એટલે કે ઇકિયસંશ્લિષ્ટજ્ઞાનને અધિકાર છે. શ્રુતજ્ઞાન નિત્ય-સત્યના ભંડારરૂપ છે એનું બીજું નામ આગમ. જૈને ઋગ્યેદ આદિ ચાર વેદને આગમ યા પ્રમાણ રૂપે સ્વીકાર કરતા નથી. તેઓ કહે છે કે જેમણે પિતાની સાધના–તપશ્ચર્યાના બળે લોકોત્તરપણું પ્રાપ્ત કર્યું હોય તે જ સિદ્ધ, સર્વજ્ઞ, તીર્થકર ભગવાનનાં વચન સર્વોત્કૃષ્ટ આગમ ગણાય. જૈને પિતાના આગમને કવચિત વેદરૂપે ઓળખાવે છે અને તેને ચાર ભાગમાં વહેચે છે. મતિજ્ઞાનના અવગ્રહાદિ ભેદે કરીને જેમ ચાર ભેદ અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org