SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પરિગ્રહની લાલસાએ માનવીને દાનવી બનાવી દીધો છે. એનામાં નિરંતર ભોગવૈભવની લાલસાનું તાંડવ રચ્યું છે.” જેમ પરિગ્રહ ઓછો, તેમ કલેશ ઓછો. આજે અનેક સાધનો ઉપકરણોનો માત્ર સ્ટેટસ સિમ્બોલ-પ્રતિષ્ઠાની સંજ્ઞારૂપે વસાવવામાં આવે છે. બિભત્સ પ્રદર્શન. શબાજીનું ઝેર લોહીમાં ભળી ગયું છે. સાદાઈથી રહેનાર માણસ મૂર્ખ જેવો ભાસે છે. જીવનમાં કશુંક ખૂટે છે. કશુંક ખટકે છે, કશાકનો અભાવ પડે છે, એવી અપ્રયાપ્તતાની ભાવના (Sense of inadequacy) માંથી પરિગ્રહની માયાજાળ ગુંથાય છે. અંદરનો ખાલીપો વસ્તુઓથી ખડકાય છે. ઘર ભરાઈ જાય છે, માણસ ખોખલો થતો જાય છે. ભગવાન મહાવીરે વસ્ત્રનો ત્યાગ કર્યો નહિ. વસ્ત્ર છૂટી ગયું! ગાંધીજી કહેતા: ‘પરમેશ્વર જ્યાં પરિગ્રહ કરે છે?” “જીવન જીવવાના ઉપકરણો” એમાં જેટલાં અક્ષરો છે, તેટલી વસ્તુઓને પણ ગાંધીજીને પરિગ્રહ ન હતો! ધનસંગ્રહ આજની સૌથી મોટી બિમારી છે. જીવનનું પરમલક્ષ્મ જ ધનસંચય બની ગયું છે. ધન જ સર્વેસર્વા છે. એને માટે ભેળસેળ, છળ-કપટ, લાંચરૂશ્વત જે કાંઈ આચરવું પડે તે આચરવામાં માણસ પાછીપાની કરતો નથી. ધનના લોભે પુત્ર પિતાની પણ હત્યા કરે છે. ભાઈ-ભાઈ વચ્ચેના ઝઘડા ઘરઘરની વાત થઈ ગઈ છે. સંપત્તિ માટે જે પોતે કમાવેલી નથી હોતી. ઘરને શણગારવામાં દેહને શણગારવામાં દેહના લાલનપાલનમાં જ જીવન ખતમ થઈ જાય છે. શરીરયાત્રામાં જ આવખુ પૂરું થઈ જાય છે. આવતીકાલનો ભરોસો નથી હોતો, પણ માણસ સો વર્ષનો સામાન એકઠો કરે છે. પરંતુ માણસ થોડો પરગજુ પણ છે. માત્ર પોતાનાં જ ભવિષ્યની નહિં, પણ સંતાનોના ભવિષ્યની પણ ચિંતા સેવે છે. માણસે સંગ્રહેલું ધન વેડફવાની જવાબદારી સંતાનો પર આવી પડે છે! મનોવૈજ્ઞાનિક મેકડુગલના મતે માણસમાં સંગ્રહ કરવાની વૃત્તિ સ્વાભાવિક રહેલી છે. આ સંગ્રહવૃત્તિથી માલિકીની ભાવના-લાગણીનો ઉદ્ભવ થાય છે. માણસે સો રૂપિયાનો સંગ્રહ કર્યો હોય, તો સો રૂપિયાની માલિકીનો ભાવ સહજ રીતે થાય છે. સ્વામીત્વ ધન પૂરતું જ મર્યાદિત નથી. ઘર-જમીનનો માલિક, ગામધણી, ઢોર-ઢાંખરનો માલિક, રાજયનો સ્વામી, નોકરચાકરોનો શેઠ, સ્ત્રીનો સ્વામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy