SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શકિતઓ પણ સારી રીતે વિકસી હતી. લીયો ટોલ્સટૉય એક વખત કતલખાનું જોવા ગયા. એમણે કરેલું કતલનું વર્ણન વાંચી ન શકાય એટલું ભયાનક અને કમકમાટીભર્યું છે. એમણે લખ્યું છે : પ્રાણીઓની હત્યા થકી એમને જે યાતનાઓ ભોગવવી પડે છે, એનાથી વિશેષ તો મનુષ્ય, જેમાં પ્રકૃતિદત્ત કરુણા છે, તે તેનાથી ઉપરવટ જઈ, એ ભાવનાને દબાવીને જે હિંસા આચરે છે, તે વધુ પીડાજનક છે. મહાવીર કે ગાંધીજીની જેમ આપણા વિચાર, વાણી અને વર્તનમાં અહિંસા ઓતપ્રોત થાય, તો શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રહી શકે. પરસ્પરોપગૃહો જીવાનામ્ - અર્થાત્ સિમબાયોસીસ. દરેક જીવ આ સૃષ્ટિમાં એકમેક પર નિર્ભર છે. આત્મવત્ સર્વ ભૂતેષુ - બધા આપણા જેવા જ છે. જો આપણને પીડા, હિંસા ન ગમતી હોય, તો બીજાને પીડા આપી કે હિંસા કેમ કરી શકાય ? અહિંસા સર્વોત્તમ ગુણ અને પરમધર્મ છે. પ્રાર્થના : એક એંશી વર્ષનો માણસ મોટર અકસ્માતમાં મૃત્યુ પામ્યો. પોસ્ટમોર્ટમ થયું. ડોકટરે એની પત્નીને પૂછ્યું. “આ કાકા કઈ રીતે જીવતા હતા? એ જ મને સમજાતું નથી. ફેફસાં ક્ષયથી ખવાઈ ગયા છે. જઠરમાં ચાંદા પડયા છે. હૃદય અને કિડની લગભગ કામ કરતા બંધ થઈ ગયા છે. ખલાસ જેવાં છે. આવો માણસ એંશી વર્ષ સુધી કેમ જીવી શકે, જીવ્યો જ શી રીતે? પત્નીએ જવાબ આપ્યો : “માત્ર પ્રાર્થનાને આધારે. રોજ રાત્રે એ પ્રાર્થના કરતા કે હે પ્રભુ આજે જીવતો રાખવા બદલ તારો આભાર. કાલે હું વધારે સ્વસ્થ થઈશ એની મને ખાત્રી છે.’’ લૉર્ડ ટેનીસન કહેતા: ઈશ્વરને ઓળખવા છતાં માણસો જે પોતાના માટે અને પોતાના મિત્રો માટે પ્રાર્થના ન કરતાં હોય, તો મૂઢ જીવન જીવતાં ઘેટાં-બકરાં કરતાં એ લોકો કંઈ રીતે બહેતર ગણાય ? કહેવાય છે : ‘More things are wrought by prayers than this world dreams of !' દુનિયાને કલ્પનામાં ન આવે એટલી બાબતો પ્રાર્થનાથી સિદ્ધ થાય છે. સોક્રેટીસને કોઈએ પૂછ્યું : તમે પ્રાર્થના કરો છો, ત્યારે ઈશ્વર પાસે શું માગો છો ?' સોક્રેટીસે જવાબ આપ્યો: “એ એક જ સમય એવો છે, જ્યારે હું કશું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy