________________
સંપાદકીય નિવેદન શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ એમની પચીસ વર્ષની યુવાન વયે જ ઈ. ૧૯૧૦માં ધર્માનુરાગી જૈન સમાજને ઉપયોગી નીવડે એવાં બે મહત્વનાં પુસ્તકની ભેટ ધરેલી. આ બે પુસ્તક તે “સામાયિકસૂત્ર” અને “જિનદેવદર્શન”. “સામાયિકસૂત્રની જેમ જ “જિનદેવદર્શનની પણ બે આવૃત્તિએ થયેલી. પહેલી આવૃત્તિ પ્રગટ થઈ ને બેએક વર્ષમાં જ એની બે હજાર નકલે ખપી ગયેલી. શ્રી મેહનલાલે જાતે જ રસ લઈને તૈયાર કરી આપેલી એની બીજી આવૃત્તિ ૧૨૪માં પ્રગટ થયેલી. ત્યારબાદ આ પુસ્તક લાંબા સમયથી
અલભ્ય બન્યું હતું. “શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળાના પ્રથમ પ્રકાશન રૂપે “સામાયિકસૂત્ર' ગ્રંથની નવી આવૃત્તિના સંપાદનની જવાબદારી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે જે વિશ્વાસથી ગયે વર્ષે મને સેંપી હતી તે જ વિશ્વાસ સાથે “જિનદેવદર્શન’ની નવી આવૃત્તિના સંપાદનની જવાબદારી પણ મને સેપી તે બદલ હું એ સંસ્થાને જાણું .
નવી આવૃત્તિના સંપાદનમાં મુખ્યતયા આ અગાઉની બીજી આવૃત્તિને આધારરૂપ ગણે છે. છતાં પ્રથમ આવૃત્તિ પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી ગણી પાસેથી મેળવીને સરખાવી જોઈ છે અને ક્યાંક એને આધાર પણ લીધે છે.
આ પુસ્તકની બીજી આવૃત્તિમાં શ્રી મેહનલાલે “પરિ શિષ્ટ વિભાગ જોડીને એમાં કેટલીક વીગતે કે સૂત્રના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org