________________
૧૧૦: જિનદેવદર્શન
હવે જે કરવાથી કાઉસ્સગ્ન સફળ થાય તે કહે છે: શ્રદ્ધાથી. મેધા એટલે હેયઉપાદેય જ્ઞાનરૂપ બુદ્ધિથી, વૃતિથી એટલે ચિત્તની સ્થિરતાથી, ધારણા એટલે જિનેશ્વરના ગુણ વારંવાર ચિંતવવાથી તે તે એટલે શ્રદ્ધાદિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેમ કરી કાઉસ્સગ્ન કરું છું. ૩
“અરિહંત ચેઈયાણું સૂત્રને ગુજરાતી ભાષાનુવાદ નીચે પ્રમાણે છે.
દેહરા અરિહંતનાં ચૈત્યને, વંદન કરણ નિદાન, પૂજવા-સત્કારવા, દેવાને સન્માન, બે ધિલાભ લેવા અને, મોક્ષપ્રાપ્તિ નિમિત્ત, કાયેત્સર્ગ જ હું કરું, ધ્યાન ધરી એકચિત્ત). વધતી શ્રદ્ધા બુદ્ધિથી, વિશેષ પ્રાતિ સાથ,
સ્મૃતિથી અનુપ્રેક્ષા વડે, કરું કાઉસ્સગ નાથ !
આ ક્રિયા કરવામાં ભાવઉત્પત્તિ કરવાનું નિમિત્તકારણ જિનબિંબ છે. માટે જિનમંદિરમાં જે મૂળનાયકની આગળ
આ ચૈત્યવંદનાદિકની ક્રિયા કરવામાં આવે, તે મૂળ નાયકનાં બિબ અનંતર ઉપકારી છે. તે ઉપકારને સ્મરણમાં લાવી તે સૂત્ર પછી સાથે ને સાથે “સામાયિકમાં કાર્યોત્સર્ગ કરતાં પહેલાં બેલાતું “અન્નત્ય ઊસિએણું સૂત્ર (‘અપાયું
સિરામિ' સુધીનું) બોલવું. તે પછી એક નવકારને કાઉસગ પાળી “નમેહંતુ એ પાઠથી મંગલાચરણ કરી તે મૂળ નાયકની ઓછામાં ઓછી એક ગાથાથી સ્તુતિ કરવી.
ઉદાહરણ તરીકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org