________________
ક્રમના હેતુ સાથે સૂત્રો : ૧૦૧ છે, અને જિન ભગવાન દેશનારૂપી વરસાદ સરસ અમૃતના રસ જે વરસાવે છે, અને તેનાથી ચાતકનું ટેળું એવા સમકિતીએ ત્યાં વૃદ્ધિ પામે છે, અને સર્વ કષાયરૂપી જબરી અગ્નિ (દાવાનલ જેવી) શાંત થાય છે. મનુષ્યના ચિત્તની વૃત્તિઓરૂપી સારી ભૂમિ તરબળ થઇ રહી છે, તેથી શરીરના રોમાંચરૂપી અંકુર ફૂટ્યા છે. સાધુઓ રૂપી ખેડૂતે ઉજમાળ થઈ સજજ થયા છે અને તે સંયમી સાધુઓ ગુણવાન પુરુષના મનરૂપ ખેતરને સમારે છે, અને બીજા સાધુઓ ધ્યાન કરી સારું ધાન્ય ઉગાડે છે કે જેથી જગતના બધા લેક જીવતા રહે છે. ગણધરરૂપી પર્વતના તળિયામાંથી સૂત્રન્થના થઈ, અને તે સૂત્ર રૂપી નદીના પ્રવાહથી પાવન થવાય છે. એ જ આગમે આ વિષમ કાલમાં મોટા આધાર રૂપ છે એવું મેં સનિષ્ઠાથી શ્રી માનવિજય ઉપાધ્યાય કહે છે કે લહ્યું છે – માન્યું છે.
૩. સ્વનિંદાપૂર્વક સ્તવન
(ઉધાજી કહીસે બહુરિ – એ દેશી) પ્રભુજી મુજ અવગુણ મત દેખે રાગદિશાથી તું રહે ન્યારે, હું મન રાગે ઘાલું, ઠેષ રહિત તું સમતાભને, દ્વેષમારગ હું ચાલું. પ્રભુજી ૧ મહ લેશ ફરો નહિ તૂહિ,મેહ લગન મુઝ પ્યારી, તું અકલંકી, કલંકી હું તે, એ પણ રહિણે ન્યારી. પ્રભુજી ૨
૧. આ શૈરવીમાં ઉત્તમ રીતે ગવાશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org