________________
10
અશુભ માં આવ્યા પછી ફરી શુભ યુગને પ્રાપ્ત કરવા તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અપ્રશસ્ત મન, વચન, કાયાના ગ – એ ચારને છેડી સમ્યક્ત્વ, વિરતિ – વ્રત, ક્ષમા આદિ ગુણ અને પ્રશસ્ત મન, વચન, કાયાના પેગ પ્રાપ્ત કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિ
પ્રત્યે પ્રયાણ કરવાનું છે. ૫. કાયોત્સર્ગઃ ધર્મધ્યાન અથવા શુકલધ્યાનને માટે એકાગ્ર
થઈ શરીર પરની મમતાનો ત્યાગ કરે છે. આથી દેહની અને બુદ્ધિની જડતા દૂર થાય છે તેથી વિવેક
શક્તિનો વિકાસ થાય છે. ૬. પ્રત્યાખ્યાન: ત્યાગ ત્યાગ કરવા લાયક વસ્તુઓ – બાહ્ય
જેવી કે અન્નવસ્ત્રાદિ અને અંતરંગ જેવી કે અજ્ઞાન, અસંયમ આદિને ત્યાગ એમ બે પ્રકારે ત્યાગ થતાં આત્માને ગુણપ્રાપ્તિ થાય છે.
આ પૈકી બીજા આવશ્યક સંબંધી આ પુસ્તકને વિષય છે. પ્રથમ આવશ્યક સામાયિકથી કર્મક્ષય થાય છે, તે આ બીજા આવશ્યક નામે ચતુર્વિશતિ સ્તવ એટલે અહંદુના ગુણકીર્તન રૂ૫ ભક્તિથી પણ તત્વતઃ કર્મક્ષય થાય છે. કહ્યું છે કેઃ “ભક્તીએ જણવરાણું ખિજતી પુવસંચિયા કમ્પા” - જિનવરીની ભક્તિથી પૂર્વનાં સંચિત કરેલાં કર્મ ક્ષીણ થાય છે. ચતુવિંશતિ સ્તવના બે મુખ્ય ભેદ છે. (૧) દ્રવ્યસ્તવ અને (૨) ભાવસ્તિવ, પુષ, ગબ્ધ, ધૂપ આદિ સાત્વિક વસ્તુઓ દ્વારા તાથંકરની પૂજા કરવી તે દ્રવ્યસ્ત છે. તેમ કરવામાં વિત્તપરિત્યાગથી શુભજ અધ્યવસાય રહે છે. તેથી પુષ્પાદિથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org