________________
૪૪
શ્રી જિનેશ્વર મહિમા
તેહ મારગ જિનને પામિયે રે, કિંવા પાપે તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ, ઉપદેશ સગુરુને પામે રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ૦ ભવ્ય જનના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ૦ ૧૧
પાનું ૫૯૬
પત્રાંક નં. ૭૧૫ શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે, તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે.
અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી.
કે ઈપણ પર પદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org