________________
જિનાગમ સ્તુતિ
એ જ માટે સર્વ તીર્થકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. | સર્વ જિનાગમમાં કહેલાં વચને એક માત્ર અસંગપણામાં જ સમાય છે, કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચને કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલકની અને મેષેન્મેષથી માંડી લેશીઅવસ્થા પર્યતની સર્વ કિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.
સર્વ ભાવથી અસંગાણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેને આધાર કહ્યો છે, કે જે સત્સંગના ગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.
તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયાં છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણે નથી; પરમનેહે ઉપાસ્ય નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા એગ્ય સંજ્ઞાઓ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિયર્થત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત ભક્તિએ નમસ્કાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org