________________
૨
શ્રી જિનેશ્વર મહિમા
જિન દેવનું યથાર્થ સ્વરૂપ
ચક્રવતી રાજાધિરાજ કે રાજપુત્ર છતાં જે સંસારને એકાંત અનંત શેકનું કારણ માનીને તેના ત્યાગ કરે છે; પૂર્ણ દયા, શાંતિ, ક્ષમા, નિરાગીત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપને લય કરે છે; મા ઉગ્ર તપાપધ્યાન વડે વિશેાધન કરીને જેએ કર્માંના સમુહને ખાળી નાંખે છે; ચંદ્ર તથા શ ંખથી અત્યંત ઉજ્જવળ એવું શુકલ ધ્યાન જેએને પ્રાપ્ત થાય છે; સર્વ પ્રકારની નિદ્રાનો જેએ ક્ષય કરે છે; સંસારમાં મુખ્યતા ભગવતાં જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર કમ ભસ્મીભૂત કરી જેએ કેવલજ્ઞાન, કેવલર્દેશન સહિત સ્વસ્વરૂપથી વિહાર કરે છે; જેએ ચાર અઘાતિ ક રહ્યા સુધી યથાખ્યાત ચારિત્રરુપ ઉત્તમ શીલનું સેવન કરે છે; ક ગ્રીષ્મથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેએ શુદ્ધ એધમીજને નિષ્કારણુ કરુણાથી મેઘધારાવાણી વડે ઉપદેશ કરે છે; કાઈ પણ સમયે કિંચિત્ માત્ર પણ સ'સારી વૈભવવિલાસને સ્વપ્નાંશ પણ જેને રહ્યો નથી; ઘનઘાતિ કમ ક્ષય કર્યો પહેલાં, પેાતાની છદ્મસ્થતા ગણી જેએ શ્રીમુખવાણીથી ઉપદેશ કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ અતિ, ભય, જુગુપ્સા, શાક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ અઢાર દૂષણુથી જે રહિત છે; સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન છે, મહાઉદ્યોતકર ખાર ગુણા જેને પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સ ંસાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org