________________
૩૩
એવાં છે. “નમુત્થણે” સૂત્રમાંનાં વિશેષણે કંઈક તીર્થકર ભગવાનને વ્યાપક મહિમા વર્ણવે છે, જ્યારે આ પાઠમાંનાં. વિશેષણે એમની કંઈક આંતર સંપત્તિનું વર્ણન કરતાં હોય એમ લાગે છે. ૯૧-૯૨ મા પૃષ્ઠ ઉપરનું શ્રી શાંતિનાથ ભગવાનનું કાવ્ય પણ જિનેશ્વરના સ્વરૂપને ખ્યાલ આપે છે.
તીર્થકરને અતિશય–“સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળાં પ્રાણીઓ પિતાને વૈરભાવ છોડી દઈ શાંત થઈ બેસે છે, એ શ્રી તીર્થકરને અતિશય છે.” (પૃ. ૨૦)
શ્રીમદ્દનું આ વચન મહર્ષિ પતંજલિએ રચેલ યોગસૂત્રના “અહિંસારિષ્ટાચાં તત્વત્નિ વૈજ્ઞાન: “એ આર્ષવાણીનું પુનરુચ્ચારણ કરે છે.
સત્સંગ-“આત્મા ગવેષ હોય તેણે, યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષ; તેમજ ઉપાસ.” (પૃ. ૩૧) “સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રય પણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેને આધાર કહ્યો છે કે જે સત્સંગના ગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું, જવને ઉત્પન્ન થાય છે.” (પૃ. ૪૧)
પૃ. ૮૪માં શ્રીમદ્ ભગવાનને અનુલક્ષીને જ્યારે ભક્તના મુખે એમ કહેવરાવ્યું કે “તારા ધર્મ માટે રાજદ્વારે કેસ મૂકું નહીં ? ત્યારે જાણે તેઓ વાતવાતમાં ધાર્મિક બાબતોમાં પણ કેટ-કચેરીને આશ્રય લેવાની આપણી કમજેરી તરફ આપણું ધ્યાન દોરવા માંગતા હોય એમ જ લાગે છે.
૧૧મા પાનામાં ભગવાનના મોટાભાઈનું નામ “નંદિવર્ધનને બદલે શ્રીમદે “નંદિવર્તમાન” આપ્યું છેતે જિજ્ઞાસા જગાડે અને સંશોધન કરવા પ્રેરે એવું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org