________________
૩ર -જે કઈ જૈનશાસ્ત્રોમાં એનું વિધાન કરવામાં આવ્યું હોય એને અનાગ્રહવૃત્તિથી સ્વીકાર કરવાનું પણ એમાં કહેવામાં આવ્યું છે. એમ લાગે છે કે એમનું આ વચન જિનપ્રતિમાને નહીં માનનાર સ્થાનકમાગી ફિરકાને અનુલક્ષીને કહેવાયું હશે.
પુષ્પપૂજા અંગે તેઓએ કહ્યું છે કે –
“પ્રભુપૂજામાં પુપ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલેતરીને નિયમ નથી તે પિતાના હેતુએ તેને વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચડાવે.” (પૃ. ૧૧૫)
શ્રીમદ્દનું આ વાક્ય ફૂલપૂજામાં, અહિંસાની દષ્ટિએ, કેટલે વિવેક રાખવાની જરૂર છે, એ બાબત તરફ સાચી રીતે આંગળી ચીધે છે, અને શાસ્ત્રમાં ફૂલપૂજામાં જે જયણ રાખવાનું કહેવામાં આવ્યું છે એનું સ્મરણ કરાવે છે. ભગવાનની આંગીમાં હજારે ફૂલને ઉપયોગ કરવા જતાં આ શાસ્ત્રજ્ઞા અને આ જયણા કેવી રીતે સચવાતી હશે તે વિચારવા જેવું છે. ભગવાનની ભક્તિને લાભ અધિક વસ્તુઓના અર્પણથી નહીં પણ અંતરની સાચી ભાવનાથી
ડીક પણ વસ્તુઓ જયણા સાચવીને ભેટ ધરવાથી, ચિત્તની પ્રસન્નતા અને આત્મશુદ્ધિરૂપે મળે છે, એ મૂળ વાત ધ્યાનમાં રહે તે પુષ્પપૂજામાં કે બીજી બધી ધર્મપ્રવૃત્તિમાં આપમેળે જ વિવેકદષ્ટિ જાગી ઊઠે.
આ પુસ્તકમાંની બીજી થોડીક જાણવા જેવી બાબતે જોઈએઃ જિનેશ્વરનું સ્વરૂપ આ પુસ્તકને પહેલે જ દહે “આત્મા એ જ પરમાત્મા એ વાતની ખાતરી કરાવે છે. પુસ્તકના બીજા ત્રીજા પાને જિનેશ્વરના સ્વરૂપનું વર્ણન કરતા
મેક્ષમાળાને આઠમે પાઠ મૂકવામાં આવ્યો છે, તેમાંના વિશેષણે “નમુથુણં” સૂત્રમાંના વિશેષણોની યાદ આપે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org