________________
૧૫૦
શ્રી જિનેશ્વર મહિમા
પ્રકારના મૃષાવાદથી નિવવું, એ પ્રમાણે પાંચ મહાવ્રત સાધુને હાય છે, અને એ આજ્ઞાએ વતે ત્યારે તે મુનિના સંપ્રદૃાયમાં વર્તે છે, એમ ભગવાને કહ્યુ છે. એ પ્રકારે પંચ મહાવ્રત ઉપદેશ્યાં છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીના ઉતરવા વગેરે ક્રિયાની આજ્ઞા પણ જિને કહી છે. તે એવા અર્થે કે નદી ઉતરવાથી જે અંધ જીવને થશે તે કરતાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન અધ થશે, અને પરપરાએ પંચ મહાવ્રતની હાનિના પ્રસંગ આવશે, એવું દેખી તેવા દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઉતરવાની આજ્ઞા શ્રી જિને કહી છે. તેમજ વસ્ત્ર, પુસ્તક, રાખવાથી સર્વ પરિગ્રહવિરમણવ્રત રહી શકે નહીં; તથાપિ દેહના શાતાને ત્યાગ કરાવી આત્મા સાધવા દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂર્છા ટળતાં સુધી વસ્ત્રના નિસ્પૃહ સંબંધ અને વિચારબળ વધતાં સુધી પુસ્તકના સંઅંધ જિને ઉપદેચેા છે, એટલે સ ત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અગીકૃત કરવું ના છતાં એ પ્રકારે જિને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. તે સામાન્ય દષ્ટિથી જોતાં વિષમ જણાય, તથાપિ જિને તે સમ જ કહેલું છે. એ ચ વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. એ જ પ્રકારે મૈથુનત્યાગવત છતાં તેમાં અપવાદ કહ્યો નથી કારણ કે મૈથુનનુ આરાવું. રાગદ્વેષ વિના થઈ શકે નહિં, એવું જિનનું અભિમત છે. એટલે રાગદ્વેષ અપરમા રૂપ જાણી મૈથુનત્યાગ અનપવાદે આરાધવું કહ્યું છે. તેમજ બૃહત્કલ્પ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org