________________
જૈન મુનિ અને તેમનું માહાભ્ય
૧૪૫
ચાલવું મહાદુર્લભ છે. હે પ્રિય પુત્ર! જેમ લોઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે. કેવળ મંદ સંઘયણના ધણી કાયર પુરુષે યતિપણું પામવું તેમ પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તેને દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી, નિઃશંકતાથી દશવિધ યતિધર્મ પાળ દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર જેમ તર દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરે દેાલે છે. ત્રક (નિવૃત્તિ બેધમાંના મૃગાપુત્રનાં ચરિત્રમાંથી)
પાનું ૧૪૩ મુનિનો ઉગ્ર સંયમ છે એ પ્રમાણે મૃગાપુત્રે વૈરાગ્યભાવથી સંસાર–પરિભ્રમણદુઃખ કહ્યાં. એનાં ઉત્તરમાં તેનાં જનક જનેતા એમ બોલ્યાં કે “હે પુત્ર! જે તારી ઈચ્છા દીક્ષા લેવાની છે તે દીક્ષા ગ્રહણ કર, પણ ચારિત્રમાં ગત્પત્તિ વેળા વૈદક કણ કરશે? દુઃખનિવૃત્તિ કેણ કરશે? એ વિના બહુ દેહ્યલું છે.” મૃગાપુત્રે કહ્યું, “એ ખરું, પણ તમે વિચારે કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રેગ. ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? જેમ વનમાં મૃગ વિહાર કરે છે તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સંસદશ ભેદે શુદ્ધ સંયમને અનુરાગી થઈશ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org