________________
૧૪૩
જૈન મુનિ અને તેમનું માહામ્ય સંયતિને પિતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે, અથવા સર્વ જગત ઉપર સરખે ભાવ રાખવું પડે છે, એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમવ્રત જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે. સંયતિને સદૈવકાળ અપ્રમાદપણાથી મૃષા વચનનું વર્જવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિને દાંત શેધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિર્વ અને દેષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામ ભેગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચેથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. ધન, ધાન્ય, દાસના સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભને ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ વિકટ છે. રાત્રિ ભેજનનું વર્જન, ઘતાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું, તે અતિ દુષ્કર છે.
“હે પુત્ર! તું ચારિત્ર, ચારિત્ર શું કરે છે? ચારિત્ર જેવી દુઃખપ્રદ વસ્તુ બીજી કઈ છે? હ્રધાન પરિષહ સહન કરવા, તૃષાના પરિષહ સહન કરવા, ટાઢના પરિષહ સહન કરવા, ઉષ્ણતાપના પરિષહ સહન કરવા, ડાંસ મચ્છરના પરિષહ સહન કરવા, આકાશના પરિષહ સહન કરવા, ઉપાશ્રયન પરિષહ સહન કરવા, તૃણાદિક સ્પર્શના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org