________________
- ૧૪૦
શ્રી જિનેશ્વર મહિમા
રાયચંદ્ર પૈર્યપાલ, ધર્મઢાલ કોલકાલ; મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હે;
(શાર્દૂલવિક્રીડિત) માયા માન મનેજ મેહ મમતા, મિથ્યાત મેડી મુનિ, ધરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ હૈયે ધૂની; છે સંતોષ, સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ, રાય, દયા-ક્ષમાધર મુનિ, કેડિટ કરું વંદના
જૈન મુનિના લક્ષણ ૧. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને
યથાતથ્ય પાળે અને બીજાને બધે. ૨. કંચનકામિનીથી સર્વભાવથી ત્યાગી હોય. ૩. વિશુધ્ધ આહાર જળ લેતા હોય. ૪. બાવીસ પ્રકારના પરિષહ સહન કરતા હોય. ૫. ક્ષાંત, દાંત, નિરારંભી અને જિતેંદ્રિય હોય. ૬. સિધ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હોય. ૭. ધર્મ માટે થઈને માત્ર શરીરનો નિર્વાહ કરતા હોય. ૮. નિગ્રંથ પંથ પાળતાં કાયર ન હોય. ૯. સળીમાત્ર પણ અદત્ત લેતા ન હોય. ૧૦. સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હોય. ૧૧. સમભાવી હોય, અને ૧૨. નિરાગતાથી સત્યપદેશક હોય.
- પાનું ૪પ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org