________________
૧ર૪.
શ્રી જિનેશ્વર મહિમા
--
પછી જે એવી ભાવના રહે કે જ્યારે ઈચ્છીશ ત્યારે આ સ્ત્રીઆદિ પ્રસંગ ત્યાગી શકીશ તે તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી, અર્થાત્ મૂળ જ્ઞાનમાં જે કે ભેદ પડે નહીં, પણ આવરણરૂપ થાય. વળી શિષ્યાદિ અથવા - ભક્તિના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી જશે
એવી ભાવનાથી જ્ઞાની પુરૂષ પણ વતે તે જ્ઞાની પુરુષને નિરાવરણજ્ઞાન તે આવરણરૂપ થાય અને તેથી જ વર્ધમાનાદિ જ્ઞાની પુરુષે અનિદ્રાપણે સાડાબાર વર્ષ સુધી રહ્યા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું; એક શબ્દને ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં; સાવ નિરાવરણ, વિજોગી, વિભાગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશ કાર્ય કર્યું, માટે આને આમ કહીશું તે ઠીક, અથવા આને આમ નહીં કહેવાય તે ખોટું એ વગેરે વિકપ સાધુ મુનિઓએ ન કરવા.
પાનું ૭૭૭
ઉપદેશ છાયા ૯૫૭–૧ ભગવાનની અદ્દભૂત સમતા - શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવાં પરિષહ દીધાં, ત્યાં કેવી અદ્દભુત સમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સમરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણે થાય છે! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયા. કેવી અદ્દભૂત સમતા ! પારકી દયા કેવી રીતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org