________________
[૩૧૮
છ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
૧૩૦. સુક્ષ્મ જીવની ભવસ્થિતિ, કાયરિથતિ, અંતર
ને અલ્પ બહુત્વને અધિકાર, પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ જીવની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર–હે ગતમ, જઘન્યથી અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તની જ સ્થિતિ છે.
એમ સુક્ષ્મ પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ ૪, વનસ્પતિ ૫, અને નિગોદની સ્થિતિ કહેવી. વળી એમ સર્વ સુક્ષ્મ અપર્યાપ્ત ને પર્યાપ્તાને પણ જઘન્યથી અંતર્મુહુ-ર્તની ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તની સ્થિતિ છે. પ્રશ્ન––હે ભગવંત, સુમ છવ સુમપણે કેટલા કાળ લગી રહે? (કાયસ્થિતિ પણે?) ઉતર– હે મૈતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળ અસંખ્યાતા લોકના આકાશ પ્રદેશ તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણી લગી રહે.
એમ પૃથ્વિ આદિક સર્વ સુમને પૃથ્વિનો કાળ કહે. જાવંત સુક્ષ્મ નિગોદને પણ પૃથ્વિનો કાળ કહેવો, ને અપર્યાપ્તા સર્વને જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે પણ અંતમુહુર્તની કાયસ્થિતિ છે. એમ પર્યાપ્ત પણ સર્વને જઘન્ય પણે ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત કાયસ્થિતિ છે. પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ જીવને કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનો ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતા કાળ. તે કાળથકી અને સંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી. ને ક્ષેત્રથકી આંગુળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આકાસ શ્રેણું માહે જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણીને અંતર પડે.”
એમ સુક્ષ્મ વનસ્પતિકાયાને ને સુક્ષ્મ નિગોદને પણ આંગળને અસંખ્યાતમા ભાગ પ્રમાણુ આકાશ શ્રેણી માટે જેટલા આકાશ પ્રદેશ તેટલી ઉત્સર્પિણું, અવસર્પિણીને અંતર પડે. ને સુક્ષ્મ પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, ને વાયુકાય ૪, તેને વનસ્પતિના કાળ પ્રમાણ (અનંતા કાળનું) અંતર પડે. એમ અપર્યાપ્તાને પણ અંતર કહેવું, ને પર્યાપ્તાને પણ એમજ અંતર કહેવું. પ્રશ્ન-હે ભગવંત, સુક્ષ્મ જીવ ૧, જાવત સુકમ નિગોદ ૭. એ માંહે કયા કયાથકી છેડા ૧, ઘણું છે? ૪. ઉત્તર–હે ગતમ, સર્વ થકી ઘોડા સુમ તેઉકાયા છે ૧, તે થકી સુક્ષ્મ પૃથ્વીકાયા વિશેષાધિક છે ૨. તે થકી સુમ અપકાયા વિશેષાધિક છે ૩, તે થકી સુક્ષ્મ વાયુકાયા વિશેષાધિક છે ૪, તે થકી સુક્ષ્મ નિગોદ અસંખ્યાત ગુણ છે પ. (સુમ નિગદ તે સુમ વનસ્પતિના શરીર જાણવાં અને તે એકેકે નિગોદે અનંતા છવ છે.) તે થકી સુક્ષ્મ વન
સ્પતિકાયા જીવ અનંત ગુણ છે ૬. (એકેકા નિદે અનંતા છવ છે તે માટે) ને તે થકી સર્વ સુક્ષ્મ જીવ વિશેષાધિક છે ૭.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org