________________
(૨૯૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
કરે છે? કયું નક્ષત્ર સર્વથકી બહીરલે માંડલે ચાર ચરે છે? કયું નક્ષત્ર સર્વથકી ઉચે ચાર ચરે છે? અને કહ્યું નક્ષત્ર સર્વથકી હેડલે ચાર ચરે છે? ઉતર–હે ગૌતમ, જંબુદ્વીપનામા દ્વીપને વિષે અભીજીત નક્ષત્ર સર્વથકી માહીલે માંડલે ચાર ચરે છે. મૂળ નક્ષત્ર સર્વથકી બાહરલે માંડલે ચાર ચરે છે. સ્વાતી નક્ષત્ર સર્વથકી ઉપરલે માંડલે ચાર ચરે છે અને ભરણી નક્ષત્ર સર્વથકી હેઠે ચાર ચરે છે. પ્રશન–હે ભગવંત, ચંદ્રમાનું વૈમાન કયે સંસ્થાને સંસ્થીત છે? ઉત્તર– હે ગૌતમ, અર્ધા કોઠ ફળને સંસ્થાને સંસ્થત છે. સર્વ ટિક રત્નમય છે. અભ્ય દૂગત ઉંચી વધતી પ્રબળપણે સર્વ દિશામાં પ્રસરતી પ્રભા કાન્તિ તેણે કરી મનોહર વર્ણન પૂર્વલી પરે કહેવું.
એમ સૂર્ય વૈમાન, ગૃહ વૈમાન, નક્ષત્ર વૈમાન, અને તારા વૈમાન. એ સર્વ વૈમાન અર્ધા કઠને સંસ્થાને (આકારે) સંસ્થીત છે. પ્રશ્ન–હે ભગવંત, ચંદ્રમાનું વૈમાન કેટલું લાંબપણે પહોળપણે છે? કેટલું પરિધિપણે છે? ને કેટલું જાડ૫ણે છે? ઉતર–હે ગૌતમ, એક જનને એકસઠ ભાગ કરીએ એહવા છપન ભાગ લાંબપણે પહોળપણે છે. તેથકી ત્રગણું ઝાઝેરું પરિધિપણે છે ને એક જજનના એકસઠ ભાગ કરીએ એહવા અઠાવીશ ભાગ જાડપણ (ઉંચપણે) છે. પ્રશ્ન–હે ભગવંત, સૂર્યનું વિમાન કેટલું લાંબપણે, પિહોળપણે, પરિધિ પણે અને જાડ૫ણે છે? ઉત્તર–હે ગૌતમ, એક જોજનના એકસઠ ભાગ કરીએ એહવા અડતાલીસ ભાગ લાંબપણે પહોળપણે છે, તેથી ત્રીગણું ઝાઝેરું પરિધિપણે છે ને એક જજનના એકસઠ ભાગ કરીએ એહવા ચેરીશ ભાગ જાડપણે છે. પ્રશ્ન–હે ભગવંત, ગૃહ વૈમાન કેટલું લાંબપણે, પિહોળપણે, પરિધિપણે ને જાડ૫ણે છે? ઉતર–હે ગૌતમ, અર્ધ જોજન લાંબપણે પિહોળપણે છે. તેથી ત્રીગણું ઝાઝેરું પરિધિપણે છે ને એક કેસ જાડ૫ણે છે. પ્રશ્ન–હે ભગવંત. નક્ષત્ર વૈમાન કેટલું લાંબપણે, પિહોળપણે, પરિધિપણે ને જાડાપણે છે? ઉત્તર–હે ગૌતમ, એક કેસ લાંબપણે પહેળપણે છે. તેથી શ્રીગણું ઝાઝેરું પરિધિપણે છે. ને અર્ધ કેસ જાડ૫ણે છે. પ્રશન–હે ભગવંત, તારાનાં વૈમાન કેટલાં લાંબાણે, પિહોળપણે, પરિધિપણે અને જાડાપણે છે? ઉત્તર–હે મૈતમ, અર્ધ કેસ લાંબપણે પહોળપણે છે. તેથી ત્રીગણું ઝાઝેરું પરિધિપણે છે ને પાંચસે ધનુષ જાડ૫ણે છે. પ્રશન–હે ભગવંત, ચંદ્રમાનું વૈમાન કેટલા હજાર દેવતા ઉપાડે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org