________________
ચાર અંજનગીરી પત્ત અધિકાર
ર૭૫)
.
.
. . .
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
લાખ જોજન લાંબી પિહેળી છે. દશ જે જન ઉંડી છે નિર્મળ સુકમાળ છે. તે પ્રત્યેક પ્રત્યેક પવર વેદિકાએ ને પ્રત્યેક પ્રત્યેક વનખંડે કરી પરીક્ષીપ્ત છે. તહાં જાવત ત્રીસોપાન (પગથીયાં) તરણ કહેવાં. તે પુષ્કરણને મધ્યભાગે વિચે પ્રત્યેક પ્રત્યેક દધીમુખ પર્વત છે. તે ચોસઠ હજાર જેજન ઉંચપ છે એક હજાર જેજન ઉંડા છે સઘળે મેળે અને શીખરે ધાન ભરવાના પાલાને સંસ્થાને સંસ્થીત છે. દશ હજાર જોજન લાંબપણે પહોળપણે છે. એકત્રીસ હજાર છસેને ત્રેવીશ જોજન પરિધીપણે ફરતા છે. સર્વ રત્નમય છે. આછા જાવત્ પ્રતિરૂપ છે. પ્રત્યેક પ્રત્યેક પદ્મવર વેદિકાએ ને વનખડે પરીક્ષીત છે. વેદિક ને વનખંડને વર્ણન કરે. તે ઉપરે સમ ભૂમિભાગ છે. જાવત દેવતા વસે છે. તે વચ્ચે સિદ્ધાયતન છે. પૂર્વે માન અંજનગીરી પર્વત્તને વિષે જે સિદ્ધાયતનની વ્યક્તવ્યતા કહી તેહીજ નિરવિશેષપણે કહેવી. જાવ ઉપરે આઠ આઠ મંગળીક. છે.
વળી તહાં જે દક્ષિણ દિશને અંજન પર્વજ્ઞ છે તેને ચારે દિશે ચાર નંદાપુષ્કરણું વાવ છે. તે ભદ્રા ૧, વિશાળ ૨, કુમુદા ૩, ને પુંડરગિણ ૪. તેહીજ પ્રમાણું કહેવું. તેમજ તે માંહે વચે દધીમુખ પર્વત છે તેહીજ પ્રમાણ તીહાં સિદ્ધાયતન છે.
વળી તહાં જે પશ્ચિમ દિશીને અંજન ગીરી પર્વત્ત છે. તેને ચારે દિશે ચાર નંદાપુષ્કરણી છે. નદિષેના ૧, અમોધા ૨, ગેસ્થભા ૩. ને સુદર્શના જ. એનું માન, એ માંહે દધીમુખ પર્વત છે તેમનું માન સર્વ તેમજ કહેવું જાવત તે દધીમુખ ઉપર સિદ્ધાયતન છે.
વળી તીહાં જે ઉત્તર દિશીને અંજન પર્વત છે તેને ચાર દિશે ચાર નંદા પુષ્પકરણી છે. વિજયા ૧, વિજયંતી ૨, જયંતી ૩, ને અપરાજીત ૪ શેવ સર્વ તેમજ વાવનું માન તે માટે દધીમુખ પર્વત્ત છે તેમનું માન. તે ઉપરે સિદ્ધાયતન છે તેનું માન જાવત્ ચૈત્યવૃક્ષ લગે સર્વ વર્ણન પૂર્વલી પરે જાણવું.
(વળી તે વાવને અંતરાળે બે બે રતીકર પર્વત્ત છે એમ સેળ વાવ વચે બત્રીશ રતીકર પર્વત છે તે ઇહાં કહ્યા નથી પણ બીજે સૂત્રે કહ્યા છે. તે માટે ચાર અંજનગીરી, સોળ દધીમુખ, ને બત્રીશ રતીકર એમ બાવન પર્વ બાવન સિદ્ધાયતન નંદીસ્વર દીપે છે.) તીહાં ધણાં ભવનપતિ, વ્યંતર, તિષિ, વૈમાનિક દેવતા ત્રણ માસાં તે. અશાક ચોમાસું, કાર્તિક માસું, ને ફાગુણ માસું, ને સંવત્સરી પર્યુષણ પર્વ તથા અનેરી પણ ઘણી તિથિને વિષે તિર્થંકરના જન્મ કલ્યાણિક, દીક્ષા કલ્યાણિક, કેવળજ્ઞાન પ્રાપ્તિ કલ્યાણિક, પરિનિર્વાણ કલ્યાણિક ઇત્યાદિક દેવતા સંબંધી કાર્યને વિષે, દેવતા સમુદાયને વિષે, દેવ સંબંધી ગોષ્ટીને વિષે, દેવ સંબંધી સમવાયને વિષે, દેવ સંબંધી એહવા જીત પ્રયોજનને વિષે એકાંત એકઠાં મળ્યાંથકા પ્રમુદિત અત્યંત હર્ષવંત થકાં અષ્ટાનિકા માહા મહોત્સવ કરતાં થકા સુખે સુખે વિચરે છે. વળી કઇલાસ અને હરીવાહન નામે બહાં બે દેવતા મહર્ધિક જાવત પલ્યોપમની સ્થિતિએ વસે છે તેણે અર્થે હે ગૌતમ! નંદીશ્વર દ્વીપ એવું નામ કહીએ. જાવત એ નામ શાશ્વતું છે.
તિષી ચંદ્રાદિક સર્વ સંખ્યાતા છે. એ નંદીસ્વર દીપ કહ્યું.'
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org