________________
પુષ્કરવાર દ્વીપને અધિકાર,
૫૯]
પ્રશ્ન–હે ભગવંત, કાળોદધી સમુદ્ર એવું નામ અર્થે કહો છો? ઉત્તર–હે ગતમ, કાળોદધી સમુદ્રનું પાણી આસ્વાદવા જોગ્ય છે, પુછ ભારે પાણી છે, મનહર છે, કાળો વર્ણ છે, અડદના ઢગલાને વર્ણ છે, ને સ્વભાવિક પાણીના રસ સમાન સ્વાદ છે. વળી કાળોદધી સમુદ્ર કાળ અને મહા કાળ નામે બહાં બે દેવતા મહર્ધિક જાવત એક પલ્યોપમની સ્થિતિવંત વસે છે તેણે અર્થે હે મૈતમ કાળોદધી સમુદ્ર એવું નામ કહીએ. જાવંત કાળોદધી સમુદ્ર એ નામ નિત્ય છે. સાસ્વનું છે. પ્રશન–હે ભગવંત, કાળાદધી સમુદ્રને વિષે કેટલા ચંદ્રમા દીપતા હુવા, દીપે છે, અને દીપશે? એમ પાંચે તિથી પુછયા ? ઉત્તર–હે મૈતમ, કાળોદધી સમુદે બેતાલીશ ચંદ્રમા, ને બેતાલીશ સૂર્ય દપતા હુવા, દીપે છે ને દીપશે. સબંધ વેશ્યાવંત છે એમ એક હજાર, એકસો છતર નક્ષત્ર ચાર ચરે છે. ત્રણ હજાર, છસે ને છતું એટલા માહા ગ્રહ છે. અઠાવીશ લાખ, બાર હજાર, નવસે પચાશ એટલી ક્રોડાડી તારા કાળદધી સમુદ્રને વિષે શુભતા હુવા, શોભે છે, ને શોભશે, એ કાળદધી સમુદ્ર કો.
૮૦. પુષ્કરવાર દ્વીપનો અધિકાર કા તે કાળોદધી સમુદ્રને પુષ્કરવર દીપ વૃત વળીયાકારે સંસ્થીતકે ચોકફેરવીંટીને રહ્યા છે. પ્રશન–હે ભગવંત, પુષ્કરવર દીપ શું સમ ચક્રવાળ સંસ્થીત્ત છે, કે વિષમ ચક્રવાળ સંસ્થીત છે? ઉતર–હે ગૌતમ, સમ ચક્રવાળ સંસ્થીત છે, પણ વિષમ ચક્રવાળ સંસ્થીત નથી. પ્રશ્ન-હે ભગવંત, પુષ્કરવરનામા દીપ કેટલે ચક્રવાળ પહોળપણે છે, અને કેટલો પરિધીપણે છે ? ઉતર–હે ગૌતમ, સોળ લાખ જેજન ચક્રવાળ પહોળપણે છે અને એક કેડી, બાણું લાખ, નેવાશી હજાર, આઠસે ચોરાણું જે જન એટલે પરિધીપણે છે. તે પુષ્કરવર દીપ એક પઘવર વેદિકાએ ને એક વનખંડ કરી ચેકફેર વિટયો છે, તે વેદિકા અને વનખંડનો વર્ણવ સર્વ પૂર્વ રે કહેવો. પ્રશ્ન-હે ભગવંત, પુષ્કરવર દીપને કેટલાં દ્વાર છે? ઉત્તર–હે ગૌતમ, તેને ચાર દ્વાર છે. વિજય ૧, વિજયંત ૨, જયંત ૩. ને અપરાજીત ૪, પ્રશન–હે ભગવંત, પુષ્કરવર દીપનું વિજયનામા દ્વાર ક્યાં છે ? ઉતર–હે ગોતમ, પુષ્કરવર દીપની પૂર્વ દિશાને અંતે અને પુષ્કરોદધી સમુદ્રના પૂર્વાર્ધને પશ્ચિમ દિશે ઈહ પુષ્કરવર દીપનું વિજયનામા દ્વાર છે. તેને વર્ણવ પૂર્વપરે કહેવો. એમ ચારે દ્વાર કહેવાં, પણ સીતા, સદા મહા નદીને ઉપરે કહેવાં નહીં. (જે ભણી પુષ્કવર દીપના બાહરલા અધેમાં સીતા, સદા પ્રમુખ કઈ નદી નથી તે માટે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org