________________
લવણ સમુદ્રને અધિકાર,
૨૪૩]
પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રની કેટલા હજાર નાગ કુમાર દેવતા અત્યંતર (માહીલી) વળ (જબુદીપ તરફ) ધરે છે, કેટલા હજાર નાગકુમાર દેવતા બાહીરલી વેળ (ધાતકીખંડ તરફ) ધરે છે, ને કેટલા હજાર નાગકુમાર દેવતા અગ્રેદક (શીખા ઉપરનું પાણી) લવણ સમુદ્રનું ધરે છે? (દબાવે છે) ઊતર–હે ગૌતમ, બેતાળીસ હજાર નાગકુમાર દેવતા અત્યંતર (જબુદીપમાં માહીલી) વળ ધરે છે. બહોતેર હજાર નાગકુમાર દેવતા બાહીરલી (ધાતકી ખંડમાં) વેળ ધરે છે, ને સાઠ હજાર નાગકુમાર દેવતા અાદક (સીખા ઉપરનું પાણી) ધરે છે. એણી રીતે સર્વ મળીને એક લાખ, ચોતેર હજાર, નાગકુમાર દેવતા હોય એમ તિર્થંકરે કહ્યું. “ પ્રશ્ન-હે ભગવંત, કેટલા વેળધર નાગકુમાર રાજા છે? ઉત્તર–હે ગીતમ, ચાર વેળધર નાગકુમાર રાજા છે તેના નામ-ગોથુભ ૧, સીવક ૨, શંખ ૩, ને મનોસીલક ૪. પ્રશ્ન–હે ભગવંત, તે ચાર વેળધર નાગ રાજાના કેટલા આવાસ પર્વત છે? ઊતર–હે ગૌતમ, તેના ચાર આવાસ પર્વત છે તેના નામ-ગેશુભ ૧, દગભાસ ૨, શંખ ૩, ને દગસીમક ૪. પ્રશન–હે ભગવંત, ગેશુભનામ વેળધર નાગરાજાને શુભનામાં આવાસ પર્વત કયાં છે? ઉતર–હે ગૌતમ, જબુદીપના મેરૂ પર્વતને પુર્વ દીસે લવણ સમુદ્ર પ્રતે બેતાળીસ હજાર
જન અવગાહી જઈએ ત્યાં ગોથુભનામા વેળધર નાગરાજાને ગષ્ણુભ નામા આવાસ પર્વત છે. તે સતરસેં ને એકવીશ જોજન ઉચો ઉંચણે છે. ચારસેં ને સવા ત્રીસ જોજન ઉડે ઉંડપણે છે. મૂળે એક હજાર બાવીશ જોજન લાંબપણે, પોહળ૫ણે છે. વીચે સાતસે ત્રેવીસ જોજન લાંબપણે પિહોળપણે છે ને ઉપરે ચારસે ચોવીસ જોજન લાંબપણે પિહોળપણે છે. મૂળે ત્રણ હજાર બસે ને બત્રીસ જોજન કાંઇક ઉણ પરિધીપણે છે, વીચે બે હજાર બસે ને અઠયાસી જન કાંઈક અધીકેરાં પરિધીપણે છે ને ઉપર એક હજાર, ત્રણસેં ને એકતાલીસ જોજન કાંઈક ઉણુ પરિધીપણે છે મૂળે વિસ્તીર્ણ છે, વચ્ચે સંક્ષીપ્ત (સાંકડો) છે, ને ઉપરે સંકીર્ણ (સાંકડો) છે. ગોપુંછને સંસ્થાને સંસ્થિત છે. સર્વ કનકમાય છે નિર્મળજાવત પ્રતિરૂપ છે.
વળી તે ગેસ્થભ પર્વત એક પદ્વવર વેદિકાએ ને એક વખંડે કરીને સઘળે ચોક ફેર વીંટયો છે. તે વેદિકા ને વનખંડને વર્ણન પુર્વપરે કહેવો. તે ગેઘુભનામાં આવાસ પર્વતને ઉપરે ઘણું સમ રમણિક ભૂમિભાગ છે. જાવત દેવતા વસે છે. તે ઘણું સમરમણિક ભૂમિ ભાગને મધ્ય ભાગે ત્યાં એક મેટે પ્રાસાદાવતંસક છે તે પ્રાસાદાવતંસક સાડાબાસઠ જજન ઉંચ૫ણે છે, તેમજ ઉંચપણનું અર્ધ સવા એકત્રીસ જોજન લાંબપણે, પહેળપણે છે. તેનું વર્ણન કહે જાવંત સિંહાસન પરીવાર સહીત કહેવું.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org