________________
૨૪૦].
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પ્રશ્ન- હે ભગવંત, લવણ સમુદ્રનું અપરાજીતનામા દ્વાર ક્યાં કહ્યું છે? ઉત્તર–હે ગૌતમ, લવણ સમુદ્રની ઉત્તર દીસીને અંતે ને ધાતકીખંડ દ્વીપને પોતે ઉત્તરઈથકી દક્ષિણે અપરાજીતનામા દ્વાર છે. શેષ સર્વ પુર્વ પરે વિજ્યદ્વાર જેવું કહેવું. પ્રશન–હે ભગવંત, લવણ સમુદ્રનાં દ્વાર દ્વારને એટલે એક હારથી બીજા દ્વારને આબાધાએ કેટલું અંતર કહ્યું છે? ઉત્તર–હે ગૌતમ, ત્રણ લાખ, પંચાણું હજાર, બસે એંશી જોજન ને તે ઉપર એક કેસ એટલું આંતરું કહ્યું છે, તે કેમજે એકેક કારનું પહોળપણું ચાર ચાર જોજનનું એટલે ચારે દ્વાર થઈને સોળ જોજન થાય. વળી એકેકે દ્વાર બારશાખની શાખા એકેકા કોસની એટલે ચાર દ્વારની શાખા ગણતાં ચાર દુ આઠ કેસ થાય. તે આઠ કેસના બે જેજનને પુર્વલા સોળ જેજનમાં ભળતાં અઢાર જોજન થાય, તે લવણની મૂળગી પરિધી મહેથી બાદ કરીએ ને બાકી રહેલાને ચાર ભાગે વહેંચીએ ત્યારે ત્રણ લાખ, પંચાણું હજાર, બસે એંશી જોજન એક કોશ એટલું એક દ્વારથી બીજા દ્વારને આંતરું (છેટું) જાણવું. એ ભાવાર્થ.) પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રના પ્રદેશ ધાતકીખંડને સ્પર્યા છે? ઉતર–હે ગૌતમ, જેમ જંબુદીપનું વ્યાખ્યાન કર્યું તેમ ધાતકીનામને આળાવે પણ સર્વ તેમજ કહેવું. પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રના જીવ મરીને ધાતકીખંડ ઉપજે? ઉતર–હે ગેમ, જબુદીપની પરે સર્વ આળાવા સહીત કહેવું. પ્રશન–હે ભગવંત, લવણ સમુદ્ર એહવું નામ શ્યામાટે કહો છો ? ઊતર– હે ગૌતમ, લવણ સમુદ્રનું ઉદક (પાણી) અબીલ, રજવંત, વળેકરી કાળે વણે,
સ્વભાવે નિષર કય લવણ (મીઠા) સરખું અપ્રીય છે. ઘણું દુપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પંખીયા, સરીસર્પાદિ તેહને પીવા જોગ્ય નથી. પણ એટલો વિશેષ જે ત્યાંના ઉપના મચ્છાદિક તેને અપ્રીય નથી (લવણે સમુદ્ર થકી ઉપના તે સ્વયેની માટે તેને પ્રીય છે.) વળી સુસ્થિત એહવે નામે મહધિક ત્યાં લવણાધિપતિ દેવતા જાવત પલ્યોપમની સ્થિતિવંત છે. તે ત્યાં ચાર હજાર સામાનીક દેવતાનું કાવત્ લવણ સમુદ્રનું, સુસ્થિત રાજ્યધાનીનું, અને ઘણુંનું અધિપતિપણું કરતો થકે વિચરે છે. તેણે અર્થે લવણું સમુદ્ર એવું નામ કહીએ. વળી લવણ સમુદ્ર એહવું સાસ્વતું નામ કહ્યું છે. પ્રશન– હે ભગવંત, લવણ સમુદ્રને વિષે કેટલા ચંદ્રમા કાન્તિએ કરી દીપિતા હુવા, દીપે છે ને દીપસેટ એમ સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા. એ પાંચે તિથી પુછા. ઉતર– ગૌતમ, લવણ સમુદ્રને વિષે ચાર ચંદ્રમા દીપતા હુવા, દીપે છે ને દીપશે. ચાર સૂર્ય તપતા હુવા, તપે છે ને તપશે. એકસો બાર નક્ષત્ર ચંદ્રમાદિક સાથે જોગ જોડયા. જોડે છે, ને જડશે. ત્રણસે બાવન ગૃહ ક્ષેત્ર પ્રતે ચાર ચરતા હુવા, ચરે છે ને ચરશે. બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org