SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮] ચાર પ્રકારના સંસારી જીની પ્રતિપતિ. વિમાને પણ પૃથવ્યાદિકપણે અનંતીવાર ઉપના છે, પણ દેવતા અને દેવજ્ઞાપણે ત્યાં ઉપના નથી કારણકે દેવાંજ્ઞા ત્યાં નથી અને દેવતા ત્યાંના એકાવતારી પ્રમુખ છે માટે દેવતાપણે પણ સંસારી સર્વજીવ ત્યાં ઉપના નથી. એ દેવતાનો અધિકાર પુરો થશે. - ભાવાર્થ-ઇહાં પણ સર્વ જીવ માનીક દેવતાપણે ઉપજી ચુક્યા કહ્યા. કોઇ ભવ્ય, અભવ્ય બાર બેલ માંહી ટાળે નહીં. વળી ભગવતી શતક બારમે ઉદેશે સાતમે કહ્યું કે – अयणं भंते जीवे चोसठीए असुरकुमारा वास सय सहस्सेसु एगमेगंसी असुरकुमारा वासंसि पुढवीकाइयत्ताए जाव वणस्सइकायत्ताए देवत्ताए देवीताए आसण सयण भंड मत्तो वगरणताए उवन पुवे हंता गोयमा जाव अणंतत्तो सच जीवाविणं भंते एवं चेव. શબ્દાર્થ–એહ હે ભગવંત ચોસઠ અસુર કુમાર આવાસ સત સહસ્ત્ર (લક્ષ) ને! વિષે એક અસુર કુમારના આવાસને વિશે પૃથ્વીકાય પણે. એમ ાવત વનસ્પતિકાયપણે, દેવપણે, દેવીપણે, આસન, સયન, ભંડ, પાત્ર, ઉપગરણપણે ઉપનો પૂર્વે ઇતિ પ્રશ્નઃ તેને ભગવંત ઉત્તર દિયે છે કે, હા ગૌતમ, અનેકવાર (વારંવાર નીચે અનંતીવાર) અથવા અનંતીવાર ઉપ. સર્વ જીવો પણ હે ભગવંત ઉપના? એમ તમામ પ્રશ્ન કર્યા. તેને ઉત્તર ભગવાને એમજ દીધો કે–હે ગૌતમ, એમજ અનંતીવાર ઉપના કહ્યા. એમ ઠેઠ થણય કુમાર સુધી પુછ્યું, તેને પણ ઉત્તર એમજ દીધો. ત્યાર પછી પૃથવ્યાદિકથી માંડીને ઠેઠ મનુષ્ય સુધીનું પુછયું. તેને ઉત્તર પણ એમજ આપો. ત્યાર પછી . वाणव्यंतर जोइसयि सोहम्मिसाणेय जहा असूर कृमाराणं. શબ્દાર્થ–વાણવ્યંતર, તિષિ, વૈધાનીક માંહે સુધર્મા, ઇશાલગે પુછયું. એને જવાબ જેમ અસુર કુમારને વિષે કહ્યો તેમજ કહ્યો. ત્યારપછી એ જ પ્રમાણે ત્રીજા દેવલેકથી માંડીને ઠેઠ બાર દેવલોક, નવ ગ્રીક લગે પુછ્યું. તેને ઉત્તર, એમજ અનંતીવાર ઉપને કૉ, પણ “નો વૈવાશે તેવતા, નવ નહીં નીચે દેવીપણે ઉપનો. કારણ કે બીજા ઇશાન દેવલોક સુધી જ દેવી ઉપજે છે તે માટે. એજ રીતે અણુત્તર વૈમાનને વિષે પૃથ્યાદિકપણે ઉપને કહ્યું, પણ “નો વેવ તેવતા વીતા” અનુત્તર વૈમાનને વિષે દેવતાપણે અનંતીવાર ઉપજે નહીં કારણ કે ત્યાંના દેવતા એકાઅવતારી પ્રમુખ છે. તેમજ દેવીપણે પણ ત્યાં ઉપજે નહીં. ઈહાં બધે ઠેકાણે ભવ્ય, અભવ્યાદિક બાર બેલના સર્વ જીવ ઉપના કહ્યા. એ આળાવો ઘણો મોટો છે, તે સૂત્રથકી જોવાની ભલામણ કરી. અહી ગ્રંથ ગૈરવના કારણથી માત્ર થોડે પરમાર્થજ લખી વારમાએ છીએ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy