________________
આર્ય મનુષ્યને અધિકારી
૧૫]
પ્રશ્ન–હે ભગવંત, છેદેપસ્થાપનીય ચારિત્રના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, તેના બે ભેદ છે, અતિચાર સહીત, તે મૂળગુણ ઉત્તરગુણમાં દેવ લાગે ને બીજી દિક્ષા આપે છે. ૧, ને બીજો ભેદ અતિચાર રહિત, તે વૃત પચખાણમાં દેપ લાગેલ ન હોય ને બીજી દિક્ષા આપે તે જેમ પારનાથ સ્વામિના સાસનના સાધુને મહાવિર સ્વામીએ બીજી દિક્ષા આપી તેમ. તથા નવ દિક્ષિતને પહેલી દિક્ષાએ સામાયક ચારિત્ર આપી, પછી બીજી દિક્ષા સાત દિવસે, ચાર માસે કે છ માસે બીજી દિક્ષા આપે તે. ૨. પ્રશન–હે ભગવંત, પરિવાર વિશુદ્ધ ચારિત્રના કેટલા ભેદ છે? ઉતર– હે ગતમ, તેના બે ભેદ છે. તેમાં પહેલું જે ચાર જણ પરિહારવિશુદ્ધ ચારિત્રના વેહેનારા એ કલ્પમાં પ્રવર્તતાં હોય તેનું ચારિત્ર તે નિર્વિશમાનસિક પરિહાર વિશુદ્ધક ચારિત્ર જાણવું. ૧. ને બીજું જે ચાર જણ તેના અનુચારી હોય તેને નિવિદ કાયિક પરિવાર વિશુદ્ધક ચારિત્ર જાણવું. ૨. તે એવી રીતે કે નવ જણને ગ૭ જુદે નીકળે તે તિર્થંકર પાસે અથવા પૂર્વ જેણે તિર્થંકર પાસેથી એ ચારિત્ર અંગીકાર કરેલ હોય તેની પાસે એ ચારિત્ર અંગીકાર કરે. હવે તે નવ સાધુમાં ચાર જણ પરિવાર એટલે તપના કરનારા થાય તે નિર્વિશમાનસિક જાણવા. અને ચાર તેના વૈયાવચ્ચના કરનારા થાય. તે નિવિષ્ટકાયિક જાણવા. તથા એકને વાંચનાચાર્ય ગુરૂસ્થાનકે ઠરાવે પછી તે ચાર પરિહારક છ માસ સુધી તપ કરે, તેમાં ઉષ્ણકાળે જઘન્યથી એક ઉપવાસ, માધ્યમથી છઠ ને ઉત્કૃષ્ટથી અઠમ તપ કરે, ને શિતકાળે જઘન્યથી છઠ, મધ્યમથી અઠમ ને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ. તથા વર્ષાકાળે જઘન્યથી અઠમ, મધ્યમથી ચાર ઉપવાસ ને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ કરે. પારણે આંબીલ કરે એમ છ મહિના તપ કરે, તે પછી ફરી ચાર તપસ્યાના કરનાર તે વૈયાવચ્ચીયા થાય ને વૈયાવચ્ચીયા તપ કરનાર થાય તે પણ છ માસ લગે તપ કરે. ત્યારપછી ગુરૂ વાચનાચાર્ય છ માસ લગી તપસ્યા કરે ને આઠ સાધુ ગુરૂની વૈયાવચ્ચે વ્યાખ્યાન કરે. એમ અઢાર માસે તપ સંપૂર્ણ થાય. ૨. તથા વળી બીજે પ્રકારે પણ બે ભેદ-તે એક ઉપર પ્રમાણે તપ પુરે કર્યા પછી ગચ્છમાં આવે ૧. ને બીજો ભેદ ગરછમાં આવે નહીં ને જન કલ્પ આદરે. ૨. (પરિહારવિશુદ્ધ ચારિત્ર વરૂપભનારાચ સંઘયણનો ઘણી, ત્રીજા ચોથા આરાને જનમેલો, જઘન્ય નવમા પુર્વની ત્રીજી આચાર વધુને જાણ હોય તે આદરે, તેમજ પહેલા છેલા તિર્થંકરના વારે હેય) પ્રશ્ન-હે ભગવંત, સુસંપ રાય ચારિત્રના કેટલા ભેદ છે? ઉત્તર-હે ગેમ, તેના બે ભેદ છે. એક ઉપશમ કે કાપક શ્રેણીઓ ચડતાને વિશુદ્ધ માનશિક હેય ૧, ને બીજો ઉપશમ જેથી પોતાને સંકલીષ્ટ માનસિક હેય ૨, (ઉપસમીકને એ ચારિત્ર આખા સંસારમાં પાંચ વાર ને એક ભવમાં બે વાર આવે.) પ્રશ્ન- હે ભગવંત, યથાખ્યાત ચારિત્રના કેટલા ભેદ છે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org