________________
[૧૩૨
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
૪૯, એકરૂક દ્વીપના મનુષ્યનો અધિકાર,
પ્રશન–હે ભગવંત, એકક દ્વીપે મનુષ્યનો કે આકાર ભાવ, સ્વભાવે છે? ઉત્તર– હે મૈતમ, તે મનુષ્યનાં અત્યંત સમ્યકારી મનહર રૂપ છે. ભોગુત્તમ છે. ગજની પરે ભોગને વિષે શ્રીક મનહર છે. તેને અંગ સર્વ અવ્યવે કરી સુંદર છે. મનહર રૂડા આકારે કાચબાની પરે તેના પગ છે. રાતા કમળની પરે સુકુમાળ પગનાં તળીયાં છે. વળી તે તળીયાં પર્વત, નગર, સમુદ્ર, મગરમચ્છ, ચક્ર, મૃગ ઇત્યાદિક લક્ષણે કરી સહીત છે. અનુક્રમે આંતરા રહીત પગની આંગળી છે. ઉંચી પગની પાની છે. ને ચીગટયા ઉંચા ત્રાંબા વરણ તેના નખ છે. રૂડે આકારે પુષ્ટ અણદીસતી પગની ઘુંટી છે. હરિણલીના ગુઢ શરીરની પરે અનુક્રમે વાટલી તેની જાંઘ છે. દાબડાના ઢાંકણાની પરે સ્વભાવે ગુઢ તેના ઢીંચણ છે. હસ્તીના સરખી ગતિ (ચાલ) છે. ને ભલા પ્રધાન તેના સાથળ છે. મદેન્મત હાથી તે સરખી દીપતી વિશાળ વિલાસવંત તેની ગતિ (ચાલ) છે. જાતવંત અસ્વની પરે તે સરખા ગુહ્ય દેશ છે. જાતિ વિશુદ્ધ આકિ ઘેડાની પરે મળ રહીત ગુહ્ય દેશ છે. (જેમ જાતવંત ઘેડાનો ગુહ્ય દેશ છાણ કરતાં જેમ ખરડાય નહીં તેમ તે જુગળીયાને મળ કરતાં ગુહ્ય દેસ ખરડાય નહીં) પ્રમુદીત હર્ષ સહીત પ્રધાન ઘડે તથા સહ તેની કેડથી અધીક વર્તુળાકારે તેની કડી કેડ) છે. એક બાંધ્યો મુસળ તે સરખી અને તેને આરીસે તથા નિર્મળ કીધે પ્રધાન સુવર્ણ તથા ખડગની મુઠ સરીખે તથા પ્રધાન વિજળી પરે દેદીપમાન ત્રીવલી મધ્યભાગ છે. રેજી સર્વ પ્રમાણે કરી સહીત ઉત્તમ જાતીવંત સુમ કૃશ્ન સ્નીગ્ધ ભાગ્યવંત મનોહર સુકુમળ કમળ રમણીક તેના શરીરની રોમરાય છે. ગંગાના આવર્તન અને દક્ષણાવર્ત શંખ ને તેને સૂર્ય કીરણ ઉદયમાન સમયે જેવું કમળ વિકસ્વર હોય તે સરખી ગંભીર વિકસ્વર વિકટ તેની નાભી ઊંડી છે. મચ્છ અને પંખી તેના સરખી સુજત પુષ્ટ કુલી છે. ઝખ મચ્છના સરીખું ઉદર છે. સુચી પવિત્ર શરીર છે. પદ્મની પરે વિકટ નાભી છે. લગારેક નીચા નમતાં પાસાં છે, નિરંતર પાસાં છે, મનોહર પાસાં છે, ગુણ રહીત, પરીમીત ચીતમવ્યા યુક્ત પ્રમાણ માંસપુષ્ટ રચીત પાસા છે, અદસ્ય પાંસળી દીસે નહીં એવું અને કનક સરખું નિર્મળ સુનિબન રેગ રહીત શરીર છે. ઉત્તમ બત્રીસ લક્ષણના ધરણહાર છે. કનક સીલાતળની પરે ઉજવલ પ્રસરત સમતળ અવિષમ સમતળ વિરતીર્ણ પહેલું તેનું હૃદય છે. શ્રીવ છે કરી શેભીત હૃદય છે, નગરની પોળની ભેગળ સમાન વર્તુળાકારે ભૂજ છે. કમાડ ના ભગળ સરખી વિસ્તીર્ણ લાંબી તેની બાંહ છે. ધુંસરી સરખી પુષ્ટ રમણીક રૂપે સં. થાને સંરથીત છે. સલાદ મને હર વિસ” નિવડ સુવધ ગુઢ પર્વ હસ્તતળની જેની સંધ છે. રાતાં તળાં માંસ સહીત પુષ્ટ કુણાં ને ઉત્તમ લાણે સહીત છીદ્ર રહીત એવાં હાથનાં તળાં છે. પુષ્ટ વાટલાને આકારે ભલી પરે નીપની કોમળ અત્યંત પ્રધાન અંગુલી છે. ત્રાંબા વરણાં નળીયાને આકારે ઉંચા પવીત્ર દીપતા રીગટા હાથના નખ છે. હથેળીમાં ચંદ્રમાને આકાર છે અને આકાર છે. દાણાવર્ત શંખને આકાર છે, ચક્રદત્તિના ચક્ર રત્નને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org