________________
શ્રી જૈન તત્ત્વસાર
શક્તિ ન હોવાથી શુદ્ધ સ્વરૂપ અહિંસક ભાવની પ્રાપ્તિ માટે હું આ પ્રથમ અણુવ્રતને ધારણ કરૂં છું. દ્રવ્યથી : નિરપરાધિ (હાલતા-ચાલતા) બેઈન્દ્રિય, તંઈન્દ્રિય, ચઉરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવાને સંકલ્પપૂર્વક (જાણી જોઈને) મારવાના પચ્ચક્ખાણ.
ક્ષેત્રથી : મર્યાદિત ક્ષેત્રમાં ઉપર પ્રમાણે ત્રસજીવોની હિંસાનો ત્યાગ કરૂં છું. કાળથી : ચાવવન ઉપર પ્રમાણે ત્રસજીવોની હિંસાનો ત્યાગ કરૂં છું. ભાવથી : ઉપયોગ સહિત બે કરણ, ત્રણયોગથી, છ કોટિએ પચ્ચક્ખાણ.
(૧) ગર્ભપાત કરવા અને તેની સલાહ દેવાનો ત્યાગ
(૨) દેવ - નારકી - જુગલીયાની હિંસા કરીશ નહીં.
(૩) ફાંસી કે મૃત્યુદંડ જોવા જઈશ નહીં.
(૪) દારૂ - માંસ - ઈંડા વાપરવાનો ત્યાગ.
(૫) કોઈ અપરાધી જીવને : પાણીમાં ડૂબાડી, આગમાં નાથી, ઝેર આપીને, ગોળી મારીને, ફાંસીન લટકાવીને મારવા જેવા ક્રૂર કામ કરવાનો ત્યાગ.
(૬) શરીરમાં પીડાકારી એવા જું-લીખ-મચ્છર આદિ જીવોને અનાર્યની જેમ મસળીને કે કોઈપણ રીતે મારવા નહીં.
(૭) પોતાના કે ભાડાના પશુ ઉપર અતિ ભાર લાદીશ નહીં.
(૮) પોતાના આશ્રિત નોકર-ચાકર, ગાય-ભેંસ આદિને ખાન-પાનનો અંતરાય પાડીશ નહીં.
(૯) ત્રસજીવોની હિંસાથી બનતા સેન્ટ, પરફ્યુમ, લીગ્સ્ટીક, ક્રિમ વિગેરે સૌંદર્યપ્રસાધનો વાપરીશ નહીં.
(૧૦) રેશમનાકીડામાંથી બનતા સિલ્કના વસ્ત્રો પહેરીશ નહીં.
(૧૧) દવા વિગેરે શોધવા માટે પ્રાણીઓ પર અખતરા કરીશ નહીં.
(૧૨) ભમરાના દર, મધમાખીના મધપૂડા વિગેરે તોડવાનો ત્યાગ.
(૧૩) જાનવરોના અંગોપાંગ વિના કારણે છેદવા નહીં.
(૧૪) સ્ત્રી - અબળા ઉપર હાથ ઉપાડવો નહીં, ગાળો આપવી નહીં. - માનસિક ત્રાસ આપી આપઘાત કરવાની ફરજ પાડવાનો ત્યાગ.
(૧૫) બળીને, ફાંસો ખાઈને - કૂવામાં પડીને ઝેર ખાઈને - ઘેનની વંધારે ગોળી ખાઈને કોઈપણ જાતના ઉપાય વડે - કોઈપણ જાતના શસ્ત્ર વડે આત્મહત્યા કરવાનો ત્યાગ.
Jain Education International
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org